News Portal...

Breaking News :

ધારાવીમાં જૂની સુભાનિયા મસ્જિદને BMC દ્વારા ગેરકાયદે જાહેર કરવામાં આવતા વિરોધ

2024-09-21 19:41:53
ધારાવીમાં જૂની સુભાનિયા મસ્જિદને BMC દ્વારા ગેરકાયદે જાહેર કરવામાં આવતા વિરોધ



 


મુંબઈ:  ધારાવીમાં 90 ફૂટ રોડ પર આવેલી 25 વર્ષ જૂની સુભાનિયા મસ્જિદને BMC દ્વારા ગેરકાયદે જાહેર કરવામાં આવી હતી અને એને આજે તોડી પાડવાની હતી. BMC અધિકારીઓની કાર્યવાહી પહેલાં જ ગઈકાલે રાત્રે મુસ્લિમ સમુદાયના લોકો રસ્તા પર ઊતર્યા હતા અને આખો રસ્તો બ્લોક કરી દીધો હતો. મુસ્લિમ સમુદાયના લોકોનું કહેવું છે કે આ મસ્જિદ ઘણી જૂની છે.



મુસ્લિમ સમુદાયના લોકોનું કહેવું છે કે આ મસ્જિદ ઘણી જૂની છે અને એની સામેની કાર્યવાહી ખોટી છે. મુંબઈ ઉત્તર-મધ્યનાં સાંસદ પ્રો. વર્ષા ગાયકવાડે કહ્યું હતું કે મુખ્યમંત્રી એકનાથ શિંદેજી સાથે આ મામલે તેમણે મુલાકાત કરી છે અને ધારાવીની મહેબૂબ-એ-સુબાનિયા મસ્જિદને બીએમસી દ્વારા આપવામાં આવેલી ડિમોલિશન નોટિસ અંગે લોકોની લાગણીઓ વિશે તેમને જાણ કરી હતી.



વર્ષા ગાયકવાડે જણાવ્યું હતું કે તેમની મુખ્યમંત્રી સાથે સકારાત્મક વાતચીત રહી હતી. તેમણે કહ્યું હતું કે તેઓ સંબંધિત અધિકારીઓ સાથે વાત કરશે અને આશ્વાસન આપ્યું કે ડિમોલિશન પ્રક્રિયા રોકવામાં આવશે.

Reporter: admin

Related Post