કેરળમાં કોંગ્રેસને મળેલી મોટી રાજકીય સફળતા બાદ હવે મુખ્યમંત્રી પદને લઈને પાર્ટીમાં આંતરિક ઘમાસાણ તેજ બન્યું છે.
જીતની ખુશી વચ્ચે કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ વચ્ચે સીએમ પદ માટે ખેંચતાણ ખુલ્લેઆમ સામે આવી રહી છે. ખાસ કરીને “Only VD”ના નારાઓ સાથે કાર્યકરો દ્વારા કરવામાં આવેલા શક્તિ પ્રદર્શનથી હાઈકમાન્ડ પર દબાણ વધ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. પાર્ટીના એક વર્ગ દ્વારા VDને મુખ્યમંત્રી બનાવવાની જોરદાર માંગ ઉઠાવવામાં આવી રહી છે. કાર્યકરો રસ્તા પર ઉતરી સૂત્રોચ્ચાર કરી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર પણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેના કારણે કોંગ્રેસના આંતરિક મતભેદ હવે જાહેર ચર્ચાનો વિષય બન્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, મુખ્યમંત્રી પદ માટે અનેક દાવેદારો મેદાનમાં છે અને હાઈકમાન્ડ તમામ પાસાઓ પર વિચારણા કરી રહ્યું છે. જોકે, કાર્યકરોની આક્રમક ભૂમિકા અને “Only VD”ના નારા બાદ નેતૃત્વ માટેનું દબાણ વધુ વધી ગયું છે. રાજકીય વિશ્લેષકોના મતે ચૂંટણી જીત્યા બાદ કોંગ્રેસ માટે સૌથી મોટો પડકાર હવે સંગઠનમાં એકતા જાળવી રાખવાનો રહેશે. જો સમયસર નિર્ણય નહીં લેવાય તો જીત બાદ ઊભો થયેલો ઉત્સાહ આંતરિક વિવાદમાં ફેરવાઈ શકે છે.હાલ કોંગ્રેસ હાઈકમાન્ડ પર સૌની નજર ટકેલી છે અને હવે મુખ્યમંત્રી પદ માટે આખરી નિર્ણય શું આવે છે તે રાજકીય વર્તુળોમાં ચર્ચાનો મુખ્ય વિષય બન્યો છે.
Reporter: admin







