લોકસભાની ચૂંટણીના પરિણામો આવે તે પહેલા અમુલ દ્વારા દૂધના ભાવોમાં વધારો કરવામાં આવ્યો હતો જે બાદ બરોડા ડેરીએ પણ દૂધના ભાવમાં પ્રતિ લિટરે રૂ.બે નો વધારો કર્યો છે.
આ ભાવવધારો મંગળવારથી લાગુ પડશે.મંગળવારે એક તરફ લોકસભાના પરિણામો જાહેર કરવામાં આવશે. ત્યારે સવારે લોકોની ચા મોંઘી બની ગઈ હશે. વડોદરાવાસીઓ માટે પરિણામો જોતા જોતા ચાની ચુસ્કી મારવી મોંઘી થઇ ગઈ હશે. કારણ કે અમુલ ડેરી બાદ બરોડા ડેરીએ પણ દૂધના ભાવમાં વધારો કરી દીધો છે. બરોડા ડેરીએ પણ પ્રતિ લીટર રૂ. 2 નો વધારો ઝીંક્યો છે. ગોલ્ડ, શક્તિ, તાઝા તમામ બ્રાન્ડ ઉપર રૂ. 2 નો વધારો કરી દેવામાં આવ્યો છે. ડેરી દ્વારા વચન ભાવમાં વધારો કરવાની સાથે સાથે ખરીદ ભાવમાં પણ પ્રતિ કિલો ફેટ રૂ. 30નો વધારો કર્યો છે. હાલમાં પ્રતિ કિલો ફેટ રૂ. 770 ભાવ છે. જે વધારીને રૂ. 800 કરવામાં આવ્યો છે. આમ વેચાણ ભાવમાં 3.12 ટકા વધારો કરવામાં આવ્યો છે તો ખરીદ ભાવમાં 3.90 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
Reporter: News Plus