આગામી તારીખ 6 જુન ગુરુવારે અમાવસ્યા શનિજયંતિસાથે રોહિણી નક્ષત્ર અને વૃષભ રાશિ માં પાંચ ગ્રહો સૂર્ય, બુધ,ગુરૂ,શુક્ર,અને ચંદ્ર ની યુતિ સર્જાઈ રહી છે અને અમાવસ્યા હોવાથી તેનું મહત્વ વિશેષ છે
અને જ્યાં જ્યાં જુએ છે ત્યાં તકલીફ કરાવે એ પણ કર્મો ને આધીન વર્તમાનમાં મકર કુંભ અને મીન રાશિમાં શનિ મહારાજની સાડા સાતી પનોતી ચાલી રહી છે જ્યારે કર્ક અને વૃશ્ચિક રાશિમાં અઢી વર્ષની નાની પનોતી ચાલી રહી છે શની ની પનોતીમાં કોઈપણ જાતકે ગભરાવવાની જરૂર છે શની કોઈને ખરાબ ફળ પણ આપતા નથી શની કેવલ ને કેવલ ન્યાય કરે છે તે ફક્ત કર્મોના ફળ જ આપે છે જે જાતકોને જન્મકુંડળીમાં શનિ અશુભ ફળ કારક હોય તેમ જ શનિ મહારાજની દશા કે અંતર્દશા ચાલતી હોય અથવા તો શનિ મહારાજની નાની કે મોટી પનોતી ચાલતી હોય તે દરેક જાતકોએ શનિના અશુભ પ્રભાવથી રાહત પ્રાપ્ત કરવા માટે શનિજયંતિ નો અદભુત સંયોગ છે આ શનિ જયંતિએ વિશેષ યોગ સર્જાઇ રહ્યો છે વૃષભ રાશી ની અંદર ચંદ્ર ગુરુ નો ગજ કેસરીયો સૂર્ય બુધ નો બુધ આદિત્ય યોગ અને પંચ ગ્રહી વૃષભ રાશિમાં જે યોગ સર્જાઇ રહ્યો છે સાથે ગુરૂવાર અમાવસ્યા અને રોહિણી નક્ષત્ર આ એક પોતાના માં જ અદભુત સહયોગ છે અને આજના દિવસે ખાસ કરીને શનિ મહારાજને પ્રસન્ન કરવા માટે શનિ મહારાજ ને તલનું તેલ ચઢાવવું જોઈએ હનુમાનજીની ભક્તિ કરવી જોઈએ ખાસ કરીને વિદ્વાન ભુદેવ જોડે આજના દિવસે શનિ-શાંતિ કરાવવી લાભકારી રહે ખાસ કરીને આજના દિવસે હનુમાન ચાલીસા ના પાઠ કરવા પીપળ વૃક્ષ પર દૂધ જળ અને કાળા તલ ચડાવવા અને રીમ શનિશ્ચરાય નમઃ આ મંત્ર ની પીપલ વૃક્ષ પાસે બેસીને એક માળા કરવી આજે ખાસ કરીને અમાવસ્યા પણ છે એટલે પોતાના પિતૃઓનું પણ સ્મરણ કરવું વિશેષ દૂધ પીપળે ચઢાવવું અને પિતૃઓનું સ્મરણ કરવું લાભકારી રહે અમાવસ્યાના દેવ પિતૃ છે એટલે આજે પિતૃ તર્પણ કરાવવાથી પણ વિશેષ લાભની પ્રાપ્તિ થાય
ખાસ કરી ને જેમને જેમને શની ની પનોતી ચાલતી હોય અથવા જન્મ કુંડલી માં અશુભ ફળ આપતા હોય તેમને આજે નીસહાય વૃદ્ધો ને મદદ કરવી ભોજન,દવા,વસ્ત્રઅને જળ અપવવા લાભ કારી રહે
જ્યોતિષાચાર્ય સત્યમ મહેન્દ્રભાઈ જોષી
Reporter: News Plus