News Portal...

Breaking News :

અદાણી પોર્ટસ અને સેઝ ગુજરાતના કંડલા પોર્ટ ખાતે બહુહેતુક બર્થ વિકસાવશે

2024-09-11 15:29:37
અદાણી પોર્ટસ અને સેઝ ગુજરાતના કંડલા પોર્ટ ખાતે બહુહેતુક બર્થ વિકસાવશે


અદાણી પોર્ટસ અને સેઝ(APSEZ)એ બર્થ નં.૧૩ વિકસાવવા માટે દિનદયાળ પોર્ટ ઓથોરિટી (DPA) સાથે કન્સેશન એગ્રીમેન્ટ ઉપર દસ્તખત કર્યા.


30 વર્ષના કન્સેશન સમયગાળા હેઠળ બર્થના વિકાસ માટે અદાણી પોર્ટસ અને સેઝ (APSEZ)ને જુલાઈ-24માં ઇરાદા પત્ર( LOI) આપવામાં આવ્યો હતો.સંભવત નાણાકીય વર્ષ-27માં કાર્યરત થનાર આ બર્થ બહુ હેતુક કાર્ગો હેન્ડલ કરશે.અમદાવાદ, ૧૧ સપ્ટેમ્બર, ૨૦૨૪: ભારતના સૌથી મોટા પોર્ટ વિકાસકાર અને સંચાલક અદાણી પોર્ટસ અને સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન લિ.(APSEZ)એ દિનદયાળ પોર્ટ ઓથોરિટી સાથે કંડલા પોર્ટ ખાતે ૧૩ નંબરની બર્થના વિકાસ માટે કન્સેશન એગ્રીમેન્ટ ઊપર દસ્તખત કર્યા છે.સૂચિત બર્થનું સંચાલન અને કામકાજ અદાણી પોર્ટસ અને સેઝ (APSEZ) ની સંપૂર્ણ માલિકીની પેટા કંપની ડીપીએ કન્ટેનર એન્ડ ક્લીન કાર્ગો ટર્મિનલ લિ (DPACCCTL) સંભાળશે.


જુલાઈ-2024માં 30 વર્ષના કન્સેશન સમયગાળા હેઠળ બર્થના વિકાસ, કામકાજ અને જાળવણી માટે અદાણી પોર્ટસ અને સેઝ (APSEZ)ને  ઇરાદા પત્ર( LOI )આપવામાં આવ્યો હતો. DBFOT ( ડિઝાઇન બિલ્ડ,ફાયનાન્સ, ઓપરેટ એન્ડ ટ્રાન્સફર) મોડેલ  હેઠળ APSEZ કન્ટેનર કાર્ગો સહિત બહુહેતુક સ્વચ્છ કાર્ગોના સંચાલન માટે મલ્ટીપરપઝ બર્થ વિકસાવશે.વાર્ષિક 5.7 MMT કાર્ગોની ક્ષમતા ધરાવનારી 300 મીટર લાંબી બર્થ નં. 13 સંભવત નાણાકીય વર્ષ-2027 સુધીમાં કાર્યરત થશે.APSEZના પૂર્ણ કાલિન ડાયરેક્ટર અને સી.ઇ.ઓ. અશ્વિની ગુપ્તાએ જણાવ્યું હતું કે આ બર્થના વિકાસ સાથે દિનદયાળ પોર્ટમાં અમારી હાજરીને વૈવિધ્યસભર કરશે. હવે આ પોર્ટ ઉપરથી હાલમાં સંચાલન થતાં ડ્રાય બલ્ક કાર્ગો ઉપરાંત મલ્ટીપરપઝ ક્લીન કાર્ગોનું પણ સંચાલન કરશું. પશ્ચિમ તટ ઊપર આ સૂચિત બર્થ અમારી સ્થિતિને વધુ એકીકૃત કરશે અને ગુજરાત અને ઉત્તર ભારતના અમારા ઉપભોક્તાઓને સેવા આપવાની અમારી કાર્યક્ષમતામાં વધારો થશે.

Reporter: admin

Related Post