News Portal...

Breaking News :

અવનવી વાનગી

2024-09-11 14:26:43
અવનવી વાનગી


આજે આપણે ખાવામાં હેલ્થી અને ઝડપથી બને તેવા ચાણાના લોટના પૂળા બનાવાની રીત જાણીશું. 


ચણાના પૂળા બનાવા માટે એક કપ ચણાનો લોટમા થોડું થોડું પાણી ઉમેરતા જઈ બેટર બનાવવું. આ બેટર  ખુબ જાડુ કે ખુબ પતલુ નં રાખતા નોર્મલ રાખવું જેથી પૂળા સરળતાથી ઉઠલાવી શકાય. હવે આ બેટરમાં  સ્વાદ અનુસાર મીઠુ, અડધી ચમચી અજમો, લસણ અને લીલા મરચા ચોપ કરેલા, અડધી ચમચી લાલ મરચું ઉમેરી મિક્ષ કરવું. આ બેટરમા તમે દહીં પણ ઉમેરી શકો છો. હવે આ બેટર ને મિક્ષ કર્યા પછી પાંચ થી દસ મિનિટ ઢાંકી ને રાખવું. 


ત્યારબાદ નોનસ્ટિક પર તેલ સ્પ્રેડ કરી ચમચા વડે બેટર ને પાથરવું અને ઉપર ચોપ કરેલા લીલા ધાણા ભાભરાવવા. ગેસ ને ધીમી આંચ પર રાખવો. હવે પુળો એક બાજુ સેકાય એટલે ફરી કિનારીઓ પર તેલ લગાવી પૂળાને ઉઠલાવી દેવો. બને બાજુ સેકાય એટલે પૂળા ને ગેસ પરથી ઉતારી  ગ્રીન ચટણી કે ટોમેટો સોસ સાથે ખાઈ શકો છો.આ પૂળા ગરમ ખાવામાં ખુબ સ્વાદિષ્ટ લાગે છે અને ખાવામાં પણ હેલ્થી હોય છે.

Reporter: admin

Related Post