નવી દિલ્હીઃ તમિલનાડુના મીનાક્ષી અમ્માન મંદિરમાં દર્શન કરવા હિંદુ હોવાનો પુરાવો માંગવામાં આવ્યો હોવાની બાબતે વિવાદ સામે આવ્યો છે.
જેમાં અભિનેત્રી નમિતા મીનાક્ષીએ ફરિયાદ કરી છે કે તેમને મીનાક્ષી અમ્માન મંદિરમાં દર્શન કરવા હિંદુ હોવાનો પુરાવો રજૂ કરવા માટે કહેવામાં આવ્યું હતું. તેમણે આ અંગે પત્રકારોને કહ્યું હતું કે મારી પાસે હિંદુ હોવાનું સાબિત કરવા માટે પુરાવો માગ્યો અને મારું જાતિ પ્રમાણપત્ર પણ માંગ્યું. મેં દેશમાં જેટલા પણ મંદિરોની મુલાકાત લીધી છે ત્યાં મને ક્યારેય આવી સમસ્યાનો સામનો નથી કરવો પડયો. નમિતાએ વધુમાં કહ્યું કે તેનો જન્મ એક હિંદુ પરિવારમાં થયો હતો અને તેના લગ્ન તિરુપતિમાં થયા હતા અને તેના પુત્રનું નામ ભગવાન કૃષ્ણના નામ પરથી રાખવામાં આવ્યું હતું. તેણે કહ્યું, "જ્યારે આ બન્યું ત્યારે તેઓએ અસંસ્કારી અને ઘમંડી વાત કરી અને મારી જાતિ અને મારો ધર્મ સાબિત કરવા માટે પ્રમાણપત્ર માંગ્યું.
જો કે, મંદિરના એક વરિષ્ઠ અધિકારીએ આરોપોને નકારી કાઢ્યા અને કહ્યું કે તેણે માસ્ક પહેરેલી નમિતા અને તેના પતિને રોક્યા અને પૂછ્યું કે શું તેઓ હિન્દુ છે.નમિતાએ વધુમાં કહ્યું કે એ સર્વવિદિત છે કે મારો જન્મ એક હિંદુ પરિવારમાં થયો છે અને મારા લગ્ન તિરૂપતિમાં થઈ હતી. તેમજ મારા પુત્રનું નામ ભગવાન કૃષ્ણના નામ પર રાખ્યું છે. મંદિરમાં મારી સાથે અશિષ્ટતા ભર્યો વ્યવહાર કરવામાં આવ્યો અને જાતિ અને ધર્મ સાબિત કરવા પ્રમાણપત્ર માંગવામાં આવ્યું. જો કે મંદિરના અધિકારીએ આ આક્ષેપોને ફગાવી દીધા હતા અને કહ્યું કે માસ્ક પહેરેલી નમિતા અને તેમના પતિને રોકીને માત્ર તમે હિંદુ છો તેમ જ પૂછ્યું હતું.
Reporter: admin