બ્રેસ્ટ કેન્સરના કારણે હિના ખાન છેલ્લા કેટલાક સમયથી પોતાની જિંદગી સાથે લડી રહી હતી, માટે તે સોશ્યિલ મીડિયાથી દૂર રહી હતી. હાલ પ્રથમ કીમોના માર્ક્સ ઓછા થઇ ગયા છે.
હિના ખાન કેંન્સરના ત્રીજા સ્ટેજમાં છે. જીવનના ખુબ મુશ્કેલ સમય ને તેણે સોશ્યિલ મીડિયાના માધ્યમ થી પોતાના ફેન્સને અપડેટ કરતી રહી છે. હાલ તેના હાસ્ય પરથી તે ખુશ છે તે દેખાઈ રહ્યું છે અને ધીરે ધીમે હેલ્થ પણ સારું થતું દેખાય છે ,આ હિના ખાનના ફેન્સ માટે ખુબ સારી વાત છે . ઇન્સ્ટાગ્રામ પર મુકેલી પોસ્ટ પરથી હિના ખાન હવે બેટર ફીલ કરી રહી હોઈ એમ લાગે છે જેને જોઈ તેણીના ફેન્સ માટે ખુબ સારી વાત છે.
શેર કરેલ ફોટો પરથી અંદાજ લગાવી શકાય કે પ્રથમ કીમોના માર્ક્સ ઓછા થઇ ગયા છે.પેહલા શેર કરેલ ફોટો કરતા હાલ તેની તબિયત સુધારા પર છે અને તેનો ચેહરો ખીલેલો દેખાય છે.હિના ખાને ખુબ હિમ્મતથી બીમારીનો સામનો કર્યો છે.હિના ખાન ના ફેન્સ તેણે સંપૂર્ણ સ્વસ્થ જોવા આતુર છે અને તેની માટે પર્થના કરી રહ્યા છે .હાલ તેના શેર કરેલા ફોટો પરથી તેની તબિયત સુધારા પર લાગી રહી છે .
Reporter: admin