મુંબઈ : અભિનેતા ગોવિંદાને તેમની જ બંદૂક વડે પગમાં ગોળી વાગી ગઇ છે. આ ઘટના સવારે પોણા પાંચ વાગ્યાની છે. સવારે ક્યાંક જવા માટે નિકળી રહ્યા હતા. તે સમયે ભૂલથી મિસ ફાયર થયું હતું. હવે અભિનેતા CRITI કેયર હોસ્પિટલમાં દાખલ છે.
અભિનેતા અને શિવસેનાના નેતા ગોવિંદા કોલકાતા જવાની તૈયારીમાં હતા. તે તેની લાયસન્સવાળી રિવોલ્વર કબાટમાં રાખી રહ્યો હતો. જ્યારે તે તેના હાથમાંથી પડી અને એક ગોળી નીકળી જે તેના પગમાં વાગી. ડૉક્ટરે ગોળી કાઢી નાખી છે અને તેમની હાલત સારી છે.
તે અત્યારે હોસ્પિટલમાં છે. તેમ ગોવિંદાના મેનેજર શશિ સિન્હાએ જણાવ્યું હતું .ગોવિંદાને આજે સવારે આકસ્મિક રીતે તેની પોતાની રિવોલ્વરથી પગમાં ગોળી વાગી જતાં તેને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, એમ મુંબઈ પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.
Reporter: admin