વડોદરા :અકોટા વિસ્તારમાં પૂરની સહાય નહી મળતા વડોદરા વિકાસ સેના દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી કે આ લોકોને વહેલી તકે કેશ ડોલની સહાય કરવામાં આવે.

વડોદરા શહેરમાં ગત મહિને આવેલ પુર માં અકોટા વિસ્તારમાં આવેલ સુબેદાર કમ્પાઉન્ડ, અકોટા પોલીસ લાઈની સામે, મીરઝા કમ્પાઉન્ડ, હાઉસીંગ બોર્ડની પાછળ, અકોટા સંજયનગર, ધન ટેકરી, સંતકબીર નગર, ઝુલતા પુલ વિગેરે વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળ્યા હતા. જેમાં સ્થાનિક લોકોને લાખો રૂપિયાનો નુકસાન થયું હતું જેને લઈને ગુજરાતના મુખ્યમંત્રીએ કેશ ડોલ અંગે જાહેરાત કરવામાં આવી હતી પરંતુ હજી સુધી આ લોકોને કેશ ડોલની સહાય આપવામાં આવી નથી

જેને લઈને આજે વડોદરા વિકાસ સેના દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી કે આ વિસ્તારના લોકોને તાત્કાલિક ઘોરણે કેશડોલ તથા પૂર સહાયના નાણાં ચૂકવવામાં આવે, જે તેમનો હકક છે એની તાત્કાલિક ધોરણે ચુકવણી કરવામાં તેવી રજૂઆત કરવામાં આવી હતી.


Reporter: admin