News Portal...

Breaking News :

ભાંગફોડીયા તત્વોને પકડવા માટે પોલીસ વિભાગ દ્વારા કાર્યવાહી

2024-05-03 11:55:51
ભાંગફોડીયા તત્વોને પકડવા માટે પોલીસ વિભાગ દ્વારા કાર્યવાહી


ભૂતકાળમાં વડોદરા શહેર એ આતંકી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકો માટે આશ્રયસ્થાન બની રહ્યું હતું. ત્યારે અનેક તત્વોના નામ ભાંગ ફોડિયા પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે. આવા 12 ઇસમો કે જેઓ સીમી ના કાર્યકર હોવાનું મનાય છે તેઓની યાદી કલેક્ટર કચેરી ખાતે લગાવવામાં આવી છે. 



લોકસભાની ચૂંટણી માટેની મતદાનને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે  વડોદરા શહેર તેમજ જિલ્લાના અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકો સામે તવાઈ બોલાવવામાં આવી રહી છે. અનેક લોકો સામે પાસા કરવામાં આવ્યા છે તો કેટલાક ને તડીપાર પણ કરાયા છે.  ત્યારે હવે વડોદરા પોલીસના લિસ્ટમાં આવેલા અને  દેશ વિરોધી પ્રવૃત્તિ કરવામાં 
સંકળાયેલા હોય તેવા 12 ઇસમોની યાદી  કલેક્ટર કચેરીમાં એક નોટિસ રૂપે લગાવવામાં આવી છે જેમાં સ્ટુડન્ટ ઇસ્લામિક મુવમેન્ટ ઓફ ઇન્ડિયા- સીમી સાથે સંકળાયેલા શકમંદ 12 વ્યક્તિઓના ફોટા સાથેની યાદી મૂકવામાં આવી છે. જેઓને પકડવા માટે જાહેર જનતાની પણ મદદ માગવામાં આવી છે

Reporter: News Plus

Related Post