પ્રતાપનગર સિંધવાઈ માતા રોડની હોસ્પિટલનો બનાવ
સિક્યુરિટી ગાર્ડ ફાયર એસ્ટિંગ્યૂસરથી આગ પર કાબૂ મેળવાતાં રાહત
શહેરના પ્રતાપ નગર વિસ્તારમાં સિંધવાઈ માતા રોડ પર આવેલી સુપર સ્પેશિયાલિટી ચિલ્ડ્રન હોસ્પિટલમાં બુધવારે મોડી રાત્રે બે વાગ્યાના અરસામાં એમસીબીમાં શોર્ટ સર્કિટ થતાં દોડધામ મચી હતી. બનાવને પગલે દોડી આવેલા કર્મચારીઓ દ્વારા સાવચેતીના ભાગરૂપે 9 બાળકોને બહાર ખસેડી લેવામાં આવ્યાં હતાં. બીજી તરફ ગણતરીની મિનિટોમાં હોસ્પિટલ સ્ટાફ દ્વારા આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.સમગ્ર ઘટના અંગે જાણવા મળ્યા મુજબ, બાળકોની ઇન્ડોર તેમજ મિનિ આઈસીયુ સાથે કાર્યરત આશીર્વાદ હોસ્પિટલ ખાતે બુધવારે અંદાજે 20 જેટલાં બાળકો દાખલ કરવામાં આવ્યાં હતાં.
આ બાળકો પૈકી અંદાજે 7 જેટલાં બાળકો સેમી આઈસીયુમાં સારવાર લઇ
Reporter: News Plus