ડભોઇ નગરપાલિકા દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક પર મોટી કાર્યવાહી ગાયત્રી કોમ્પ્લેક્સ સોસાયટીમાંથી અંદાજે 400 કિલો પ્લાસ્ટિક પાલિકા એક કબજે કર્યું જેમાં ચા અને પાણીના કપ અંદાજે કિંમત એક લાખ રૂપિયા નો મુદ્દા માલ કબજે કર્યો હતો..
ડભોઈ શહેરની જાહેર જનતાને તેમજ હોલસેલ તથા રીટેલર અને છુટક ધંધો કરતાં વહેપારીઓ ને ડભોઇ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા તાજેતરમાં જાહેર જોગ આ સુચના થી જાણ કરવામાં આવી હતી નગરજનો તથા વહેપારીઓ ધ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટીકનો ઉપયોગ કરવામાં આવી રહયો છે તેને લીધે પયાઁવરણ પર ગંભીર અસરો જોવા મળી રહેલ છે અને સ્વાસ્થય પર પણ અસરો વર્તાય છે જેથી સરકાર ધ્વારા આવા પ્લાસ્ટીક ઉત્પાદનોને પ્રતિબંધીત જાહેર કરેલ છે જે સીંગલ યુઝ પ્લાટીક તેમજ બલ્ક વેસ્ટ નો ઉપયોગ તાત્કાલીક બંધ કરવા જણાવવા આવ્યું હતું
આજરોજ નગરપાલિકાના કર્મચારીઓ અધિકારીઓ દ્વારા ગાયત્રી કોંગ્રેસ સોસાયટીમાંથી અંદાજે 400 કિલો ચા અને પાણીના કપ સીંગલ યુઝ પ્લાટીક આશરે રૂપિયા એક લાખનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો હતો સરકારે ભારતમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો જેનો કડક અમલ ડભોઇ નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો હતો. જેમાં વેપારીઓ મા ફફડાટ જોવા મળ્યો હતો.
Reporter: admin