વડોદરા : શહેરમા જમનાબાઈ હોસ્પિટલમા છેલ્લા કેટલાક સમયથી થાઇરોડ સિવાય અન્ય દવાઓની અછત ઉભી થઈ છે.
હોસ્પિટલમાથી જાણવા મળ્યું કે રાજ્ય સરકાર પાસે વારંવાર માગણી છતાં હોસ્પિટલ પાસે દવાઓ મળતી નથી અને જેથી છેલ્લા 2મહિના થી થાઈરોઈડ જેવી બિમારીઓની દવા ન મળતા મુશ્કેલીમાં મુકાયા છે. ડૉક્ટરો નુ કેહવુ છે કે કેટલાક સમયથી રાજ્ય સરકાર પાસે માગણી બાદ પણ જથ્થો થી તેવું જાણવા મળ્યું છે. જેને લઇ દર્દીઓ જાતે દવા લેવા જવુ પડે છે.શહેરની જમનાબાઈ હોસ્પિટલમાં થાઇરોઇડ સહિત 40 પ્રકારની દવાઓની અછત સર્જાઈ છે. જેને પગલે દર્દીઓની હાલાકી વધી છે.શહેરમાં આરોગ્યની સ્થિતિ સુધારવા માટે રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
મહોલ્લા ક્લિનિક અને ઘર નજીક આરોગ્યની સારવાર મળે તેવા પ્રયત્નો પણ થઈ રહ્યા છે.સરકારી દવાખાનાનું સ્તર, સુવિધા સુધરે તે માટે કાર્યવાહી કરાઈ છે, પરંતુ ખાટલે મોટી ખોટ સમાન દવાઓની અછત દર્દીઓને મુશ્કેલીમાં મૂકી રહી છે. તાજેતરમાં સયાજી હોસ્પિટલમાં દવાઓની અછતને પગલે હોબાળો મળ્યો હતો. ત્યારબાદ હવે ફરી એક વખત જમનાબાઈ હોસ્પિટલમાં થાઇરોઈડની દવા ન હોવાથી દર્દીઓ મુશ્કેલી વેઠી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.આ અંગે તપાસ કરતાં તંત્ર પાસેથી ચોંકાવનારી વિગતો જાણવા મળી હતી. થાઇરોઇડ સહિત શરદી ખાંસી સિવાય, ડાયાબિટીસ અને અન્ય રોગની દવાઓ પણ મળતી ન હોવાના કારણે બહારથી હોસ્પિટલે ખરીદવી પડી રહી છે.
Reporter: admin