અષાઢી બીજને દિવસે પરંપરા મુજબ ભગવાન જગન્નાથજીની રથ યાત્રા નીકળે છે ત્યારે વડોદરામાં પણ ઇસ્કોન મંદિર સંચાલિત ભગવાન જગન્નાથ,ભાઈ બળદેવ અને બહેન સુભદ્રા એક સાથે નગર ચર્યા કરવા નીકળ્યા હતા. આ રથયાત્રાને મેયર પિન્કી શોની, સાંસદ ડો હેમાંગ જૉષી,અને વિધાનસભાના મુખ્ય દંડક બાળું શુક્લ, શહેર ભાજપ પ્રમુખ ડો વિજય શાહ, સ્થાયી સમિતિ ચેરમેન ડો શીતલ મિસ્ત્રી, દ્વારા પંહિન્દ વિધિ કરાયા બાદ રથયાત્રા ની શરૂઆત કરવામાં આવી હતી.
વડોદરા શહેરમાં આજ રોજ ભગવાન જગન્નાથની 43મી રથયાત્રા નીકળી હતી જેમાં હજારોની સંખ્યામાં ભક્તો જોડાયા હતા.વડોદરા રેલવે સ્ટેશન ખાતે બપોરના 2.30 કલાકે ભગવાન નો રથ આવી પહોંચ્યો હતો.જ્યાં ભગવાન જગન્નાથ,ભાઈ બળદેવ અને બહેન સુભદ્રા બિરાજીત થયા બાદ તેમની પૂજાવિધિ કરવામાં આવી હતી.
વડોદરામાં ભક્ત અને ભગવાન નો સાક્ષાત્કાર થતા સમગ્ર રૂટ પર જાણે ઉત્સવ નો માહોલ જોવા મળ્યો હતો.જેમાં ભક્તોએ હરે રામા હરે કૃષ્ણ ના ભજનની રમઝટ બોલાવી જય જગન્નાથ નો ગગનભેદી નાદ કર્યો હતો. ભાવિક ભક્તો એ રથ ખેંચવા માટે પડાપડી કરી હતી .કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે મોટી સંખ્યા માં પોલીસ,સી.આઈ. એસ.એફ અને એસ.આર.પી નો સ્ટાફ તૈનાત કરી દેવાયો હતો. વન વિભાગ તરફથી તુલસીના છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત રથયાત્રા દરમિયાન શિરો, કેળાં ,જાંબુની પ્રસાદી તરીકે વિતરણ કરવામાં આવ્યું હતું. રાવપુરા પાસે વડોદરા મીડિયા પરિવાર દ્વારા રથ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
Reporter: News Plus