News Portal...

Breaking News :

રથયાત્રામાં રાજકોટ અગ્નિકાંડ અને બોટકાંડના બેનરો સાથે ટ્રક નીકળ્યો

2024-07-07 19:43:26
રથયાત્રામાં રાજકોટ અગ્નિકાંડ અને બોટકાંડના બેનરો સાથે ટ્રક નીકળ્યો


ભગવાન જગન્નાથજીની 39મી રથયાત્રા અષાઢી બીજના પાવન દિવસે શહેરના માર્ગો પર નીકળી હતી. આ રથયાત્રામાં રાજકોટ અગ્નિકાંડ અને બોટકાંડના બેનરો સાથે ટ્રક નીકળ્યો હતો. પરંતુ સરદારનગર નજીક આ ટ્રકમાંથી તમામ બેનરો પોલીસે ઉતારી લીધા હતી.



આ બેનરમાં લખ્યું હતું કે રાજકોટની આગમાં ભારતનું ભવિષ્ય ભ્રષ્ટાચારની આગમાં ભડથું થયું છે. પોલીસ દ્વારા આ પાપ છુપાવવા બેનરો હટાવવામાં આવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.


ભાવનગરના સુભાષનગરથી શરૂ થયેલી ભગવાન જગન્નાથની 39મી રથયાત્રામાં રાજકોટ અગ્નિકાંડનો ટેબ્લો જોવા મળ્યો હતો. આ દરમિયાન ભાવનગર પોલીસ રાજકોટ અગ્નિનું કાંડનું પાપ છુપાવવાના પ્રયાસો કર્યો હતો. પોલીસે ગેમ ઝોન અગ્નિકાંડના બેનરો ચાલુ રથયાત્રાએ ઉતારી દીધા હતા. પોલીસે લોકોને વાચા આપતા બેનરો ઉતારી લેતા લોકોમાં રોષ ભભુક્યો હતો.

Reporter: News Plus

Related Post