વડોદરામાં પૂરની પરિસ્થિતિ બાદ અસરગ્રસ્તોને સરકાર દ્વારા આર્થિક સહાયની ચુકવણી થઈ છે.
અસરગ્રસ્ત પરિવારોને કેસડોલ, ઘરવખરી અને કપડાં સહાય ચૂકવાઈ છે. તેમ નાયબ કલેક્ટર વી.કે. સાંબળએ જણાવ્યું હતું.વડોદરા શહેરના 28,000 પરિવારોને કુલ 12 કરોડની ચુકવણી કરાઈ છે.વધુમાં તેમણે કહ્યું હતું કે,હાલમાં પણ સ્લમ અને સોસાયટી વિસ્તારમાં સર્વે ચાલી રહ્યો છે.સરકારના નવા પરિપત્ર મુજબ લારી ગલ્લા ઉદ્યોગો અને ઇન્ડસ્ટ્રીઝને પણ આર્થિક સહાય મળશે.
શહેર પ્રાંત અધિકારીએ સહાય ચુકવણી માટે સર્વેની ટીમ તૈયાર કરી છે300 થી વધુ કર્મચારીઓવિવિધ વિસ્તારમાં ફરી સર્વે કરાશે.સર્વે ની કામગીરી અને પુરાવા સાથે રજૂ થયા બાદ આર્થિક સહાય અપાશે.સર્વેની કામગીરી માટે બનાવેલી ટીમોમાં અનુભવી કર્મચારીઓને પણ આવ્યા જોડવામાં છે.
Reporter: admin