વડોદરા ફાયર વિભાગમા 382 જગ્યામાંથી 220 જગ્યા ભરેલ છે, જ્યારે 162 જગ્યાઓ ખાલી છે. હાલમાં વડોદરા ફાયર વિભાગમાં કુલ 8 ફાયર સ્ટેશન છે.
જેમાં પાણીગેટ, વડીવાડી, ગાજરાવાડી, GIDC, દાંડિયા બજાર, ઇઆરસી અને ટીપી 13 ફાયર સ્ટેશન કાર્યરત છે. આ તમામ ફાયર સ્ટેશનમાં હાલમાં 4 ફાયર સ્ટેશનના મહેકમ પ્રમાણેનો સ્ટાફ 8 ફાયર સ્ટેશનમાં કામ કરી રહ્યો છે. હાલમાં અંદાજીત 600 ફાયર સ્ટાફની જરૂર છે. જેની સામે હાલમાં 4 ફાયર સ્ટેશનના મહેકમ પ્રમાણે કુલ 382 જગ્યા છે, જેમાં 162 જગ્યા ખાલી છે. હાલમાં માત્ર 220 ફાયર સ્ટાફ કાર્યરત છે. જે ત્રણ શિફ્ટમાં 8 ફાયર સ્ટેશન સંભાળે છે. આ સાથે કુલ 7 ફાયર ઓફિસરની જગ્યા સામે માત્ર 03 ભરેલ છે જ્યારે 4 ખાલી છે.ફાયર સ્ટેશનને લઈને કેન્દ્ર સરકારની એક ચોક્કસ પ્રકારની ગાઈડલાઈન છે. જેને દરેક મહાનગરપાલિકા અને પાલિકાઓમાં અનુસરવાની હોય છે. 10 કિલોમીટરના અંતરમાં એક ફાયર સ્ટેશન ઓછામાં ઓછું હોવું જોઈએ. સુરત શહેરમાં હાલ 20 જેટલા ફાઉન્ડેશન છે.
નવા 4 પ્રગતિ હેઠળ છે. આ નવા ચાર ફાયર સ્ટેશન થોડા સમય બાદ કરવામાં આવશે. તેમજ અન્ય નવ જેટલા ફાયર સ્ટેશન નવા સમાવિષ્ટ થયેલા વિસ્તારને ધ્યાનમાં રાખીને કરવામાં આવનાર છે.અત્યારે જે ફાયર સ્ટેશનના કર્મચારીઓ છે તે મહેકમ મુજબ માત્ર 15 થી 17 ફાયર સ્ટેશનમાં જ કામ કરી શકે તેટલા છે. બીજા જે ત્રણ ઉભા કરવામાં આવ્યા હતા ફાયર સ્ટેશન તે ત્રણેય ફાયર સ્ટેશનની અંદર અન્ય ફાયર સ્ટેશનના સ્ટાફને ગોઠવી દેવામાં આવ્યા હતા.રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ ફાયર વિભાગની કામગીરી મામલે રાજ્ય સરકારે નગરપાલિકા અને મહાનગરપાલિકામાં ભરતી પ્રક્રિયા કરવાની સૂચના આપી હતી. જો કે, રાજ્યના ચાર મહાનગરોમાં લોકો રામ ભરોસે હોય તેમ ફાયર વિભાગમાં પૂરતો સ્ટાફ જ નથી. ગુજરાતના આર્થિક પાટનગર અમદાવાદમાં 75 લાખ
Reporter: admin