ઇક્વીટીવાલા.કોમ દ્વારા રોટરી કલબ ઓફ બરોડા સયાજીનગરીના સહયોગથી “ટાઇમ ટુ ફોકસ ઓન સ્પીર્ચ્યુલ વેલ્થ" સેમીનારનો આયોજન બરોડા મેડીકલ કોલેજ ઓડીટોરીયમ ખાતે કરવામાં આવ્યું હતું.જેમાં બહોળી સંખ્યામાં વડોદરા વાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઇક્વીટીવાલા.કોમ વેલ્થ કી પાઠશાલા એક ફાઇનાન્શીયલ ઇન્વેસ્ટમેન્ટ કંપની છે જે વર્ષોથી ઇન્વેસ્ટમેન્ટ અને ફાઇનાનશીયલ ક્ષેત્રે કાર્યરત છે .આ સેમીનારમાં મુખ્ય વકતા તરીકે હિતેશ માલી જેઓ ઇક્વીટીવાલા.કોમના ફાઉન્ડર છે. તેમને આ સેમિનારમાં જણાવ્યું હતું કે આવતા ૫-૧૦ વારસો માં જયારે ભારત ની ઈકોનોમી ૧૦ ટ્રિલિયન થશે ત્યારે આપણે પ્રગતિ તો કરીશું પણ એની સાથે આપણે ઇન્વાયરમેન્ટ, ટ્રાફિક શિસ્તા , નવી નોકરી માટે કૌશલ્ય વિકાસ , પ્લાસ્ટિક ફ્રી ભારત, ફોકસ ઓન એન્ટરપ્રેનિયોરશિપ, પૈસાનો હેતુ વગેરે બાબતો પર પણ ધ્યાન રાખવું જોઈએ.
જો બાબતો વિશે જાગૃતિ આવે તો આપોઆપ આખું સમાજ જાગૃત થઇ જાય. આ સેમિનારમાં અતિથિ વિશેષ તરીકે ડૉ. ભાવેશ ભાટિયા, મહાબળેશ્વર સ્થિત એક દૃષ્ટિની વિકલાંગ ઉદ્યોગસાહસિક અને સનરાઈઝ કેન્ડલ્સના સ્થાપક છે. સનરાઇઝ કેન્ડલ્સ એ મીણબત્તી બનાવતી કંપની છે જે મુખ્યત્વે દ્રષ્ટિની વિકલાંગ વ્યક્તિઓ દ્વારા ચલાવવામાં આવે છે. ભાવેશ પેરાલિમ્પિક કેટેગરીની રમતોમાં ભાગ લઈ રહ્યા છે, અને તેમને 117 NAB જીત્યા છે અને તેઓએ પણ આ સેમિનાર માં તેમના મંતવ્યો ખુબજ સુંદર રીતે રજુ કર્યા હતા.
Reporter: admin