News Portal...

Breaking News :

શીતળા સાતમની શ્રદ્ધા પૂર્વક ઉજવણી કરવામાં આવી

2024-08-25 12:48:08
શીતળા સાતમની શ્રદ્ધા પૂર્વક ઉજવણી કરવામાં આવી


વડોદરા : ગુજરાતમાં શ્રાવણના કૃષ્ણ પક્ષની સપ્તમીના રોજ શીતળા સાતમની ઉજવણી કરવામાં આવે છે. 


આ વખતે શીતળા સાતમ આજરોજ એટલે કે 25 ઓગસ્ટ 2024 રવિવારના રોજ છે.ગુજરાતમાં શ્રાવણના કૃષ્ણ પક્ષની સપ્તમીના રોજ શીતળા સાતમની ઉજવણી કરવામાં આવે છે. આ વખતે શીતળા સાતમ 25 ઓગસ્ટ 2024, રવિવારના રોજ છે. ઉત્તર ભારતના રાજ્યોમાં હોળી પછી બાસોડા અને શીતળા અષ્ટમી ઉજવવામાં આવે છે, તેવી જ રીતે ગુજરાતમાં શીતળા સાતમની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાતી પરિવારો અને ભક્તો આ દિવસે દેવી શીતળાની પૂજા કરે છે. માનવામાં આવે છે કે દેવી શીતળા તેમના ભક્તો અને તેમના પરિવારોને ઓરી અને શીતળાથી રક્ષણ આપે છે. 


ગુજરાતમાં પરિવારો દેવી શીતળાના આશીર્વાદ મેળવવા માટે શીતળા સાતમની વિધિ કરે છે. બ્રાહ્મણો અને કર્મકાંડીઓની માહિતી પ્રમાણે શીતળા સાતમ પૂજા મુહૂર્ત સવારે 05:56 થી સાંજે 06:50 સુધી રહેશે. જ્યારે સપ્તમી તિથિ 25 ઓગસ્ટ 2024ના રોજ સવારે 05:30 વાગ્યાથી શરૂ થઈને 26 ઓગસ્ટ 2024ના રોજ સવારે 03:39 સમાપ્ત થશે. હિન્દુ ધર્મની આ મોટી શીતળા સાતમ દરમિયાન હિન્દુ નાગરિકો રાંધણ છઠના દિવસે વિવિધ પ્રકારના ભોજન બનાવી સાતમના દિવસે ઠંડુ ભોજન આરોગ્ય છે. જેમાં માન્યતા અનુસાર શીતળા માતાને શાંત કરવાથી ઘરના બાળકો અને પરિવારના અન્ય સભ્યોની આરોગ્યની સુખાકારી માટે આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોવામાં આવે તો શ્રાવણ માસમાં મોસમને અનુસાર પણ આ તહેવારની ઉજવણી યોગ્ય ગણવામાં આવી છે.

Reporter: admin

Related Post