News Portal...

Breaking News :

સુરતમાં શાળાના 45 જેટલા બાળકોને ફૂડ પોઇઝનિંગની અસર

2024-10-17 10:59:17
સુરતમાં શાળાના 45 જેટલા બાળકોને ફૂડ પોઇઝનિંગની અસર


સુરત: સુરત જિલ્લાના ઉમરપાડામાં ફૂડ પોઇઝનિંગની ઘટના બની છે. ઉમરપાડા તાલુકાના ઉમરગોટ ગામની આદર્શ નિવાસી શાળાના વિદ્યાર્થીઓને ફૂડ પોઇઝનિંગની અસર થઈ છે. 


શાળામાં જમ્યા બાદ 45 વિદ્યાર્થીઓને ઝાડા-ઉલટી થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.પ્રાપ્ત વિગતો અનુસાર ઉમરપાડા તાલુકાના ઉમરગોટ આદર્શ નિવાસી શાળામાં રીંગણ-બટાકાનું શાક અને દાળ-ભાત ખાધા બાદ બાળકોને ફૂડ પોઇઝનિંગની અસર થઈ છે. શાળાના 45 જેટલા બાળકોની તબિયત શાળામાં જમ્યા બાદ બગડવા લાગી હતી. ત્યારબાદ બાળકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી 30 બાળકોની તબિયતમાં સુધાર જોવા મળતા હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. બે વિદ્યાર્થીઓ ઉમરપાડા સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.


સુરત જિલ્લાના ઉમરપાડાના ઉમરગોટ ગામની આદર્શ નિવાસી શાળા રીંગણનું શાક, દાળભાતની રસોઇ ખાધા બાદ વિદ્યાર્થીઓની તબિયત બગડવા લાગી હતી. જમ્યા બાદ 45 જેટલા વિદ્યાર્થીઓમાં ઝાડા-ઉલ્ટીની અસર જોવા મળી હતી. હાલ કયા કારણથી ફૂડ પોઈઝનીંગની અસર તહી હતી તે આરોગ્ય વિભાગની તપાસમાં સામે આવશે.ગઇકાલે સુરેન્દ્રનગર કુંતલપુર એક મંદિરે બટુક ભોજન માટે ગયેલા વિદ્યાર્થીઓ જમીને શાળાએ પરત ફર્યા ત્યારે 40થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થતાં તબીયત લથડી હતી. તેમને મુળીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત પાલીતાણાના જામવાળી 2 ગામે 23 વિધાર્થીઓને ફુડ પોઇઝનિંગની અસર થઇ હતી. શાળામાં ભોજન આરોગ્યા બાદ ઝાડા ઉલ્ટી થયા હતા. શિક્ષિકાના જન્મ દિવસે ભોજન આરોગ્યા બાદ બાળકોને ફુડ પોઈઝનિંગની અસર થઈ હતી.

Reporter: admin

Related Post