નવી દિલ્હી : જસ્ટિન ટ્રુડોએ સ્વીકાર્યું છે કે, તેમણે નિજ્જરની હત્યા સાથે સંબંધિત પુરાવા ભારતને આપ્યા નથી. તેમણે આ મામલા સાથે સંબંધિત માત્ર ગુપ્ત માહિતી ભારતને આપી હતી.
કેનેડા દાવો કરી રહ્યું છે કે, તેમણે નિજ્જર હત્યાકાંડ સાથે જોડાયેલા પુરાવા ભારતને આપ્યા છે, ત્યારે ટ્રુડોની આ કબૂલાત મહત્વપૂર્ણ છે. ભારતે આ દાવાને ફગાવીને કહ્યું કે, કેનેડાએ નિજ્જરની હત્યા સંબંધિત કોઈ પુરાવા આપ્યા નથી.ગત વર્ષે કેનેડામાં ખાલિસ્તાની હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ કેનેડા સરકારે સમગ્ર મામલે ભારતની સંડોવણી હોવાનો આરોપ કર્યો, જેથી બંને દેશો વચ્ચે તણાવની સ્થિતિ પછી, બંને દેશોએ એકબીજાના છ-છ રાજદ્વારીઓને હાંકી કાઢ્યા છે.ટ્રુડોએ કહ્યું હતું કે, 'જી20માં મે આ મુદ્દાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે ઉઠાવ્યો હતો, ત્યારે તેમણે કહેલું કે, કેનેડામાં કેટલાય લોકો ભારત સરકાર વિરુદ્ધમાં બોલે છે અને તેઓ આ લોકોની ધરપકડ જોવા માંગે છે.'ભારતીય વિદેશ મંત્રાલયે સોમવારે એક નિવેદન જારી કરીને કહ્યું કે, કેનેડા સરકાર આરોપોના પુરાવા શેર કરશે નહીં. ભારતે ટ્રુડો પર રાજકીય લાભ માટે વોટ બેંકની રાજનીતિમાં સામેલ થવાનો આરોપ મૂક્યો હતો અને કહ્યું હતું કે તેમની માંગણીઓ છતાં કેનેડાએ નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણીના કોઈ નક્કર પુરાવા રજૂ કર્યા નથી.
જસ્ટિન ટ્રુડો શાસને નિજ્જરની હત્યા માટે ભારત પર આરોપ લગાવ્યાં ત્યારથી બંને દેશો વચ્ચે તણાવની સ્થિતિ છે. સપ્ટેમ્બર 2023માં, ટ્રુડોએ ભારત પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટો સામેલ હતા. ભારતે સ્પષ્ટપણે આવા આરોપોને 'મોટિવેટેડ' ગણાવ્યા હતા.તાજેતરમાં જ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ પ્રેસ કોન્ફરન્સમાં ભારત પર આરોપો લગાવતા કહ્યું કે,ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટો સામેલ હતા. ભારતે સ્પષ્ટપણે આવા આરોપોને 'મોટિવેટેડ' ગણાવ્યા હતા.તાજેતરમાં જ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ પ્રેસ કોન્ફરન્સમાં ભારત પર આરોપો લગાવતા કહ્યું કે, ગત વર્ષની ઘટનાઓએ લોકોને, ખાસ કરીને ભારતીય મૂળના કેનેડિયન નાગરિકો અને શીખ સમુદાયને આંચકો આપ્યો છે. ઘણા લોકો ગુસ્સે, હેરાન-પરેશાન અને ડરી રહ્યાં છે. હું સમજું છું, આવું ન થવું જોઈતું હતું.
Reporter: admin