ગઈ કાલે એલ.સી.બી. ઝોન-૨ અને અકોટા પોલીસની સંયુક્ત ટીમે કરી સફળતા, ₹૧.૯૯ લાખનો મુદ્દામાલ કબ્જે
ગઈ કાલે અકોટા ટી પોસ્ટ પાસેથી ૪૫.૫૮ ગ્રામ ગાંજા સાથે જિગ્નેશ તોનુરાજ લિબાસવાસને પકડી પાડવામાં આવ્યો.
વડોદરા: અકોટા પોલીસ સ્ટેશન હદમાં ગઈ કાલે નશીલા પદાર્થોના વેચાણ વિરુદ્ધની સફળ કાર્યવાહી કરવામાં આવી છે. એલ.સી.બી. ઝોન-૨ અને અકોટા પોલીસની સંયુક્ત ટીમે ૪૫.૫૮ ગ્રામ ગાંજા સાથે એક યુવકને પકડી પાડ્યો છે.પોલીસ કમિશનર નર્મદેશ્વર કુમાર, સંયુક્ત પોલીસ કમિશનર મનરેજ જાંઝડિયા , અમિક પોલીસ કમિશનર સુધીર દેસાઈ અને નાયબ પોલીસ કમિશનર ઝોન-૨ હંજીતા વણજારાના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી.બાતમી મુજબ અકોટા ટી પોસ્ટ પાસે જિગ્નેશ તોનુરાજ લિબાસવાસ (ઉં. ૨૪) ગાંજાનું છુટક વેચાણ કરી રહ્યો હોવાની માહિતી મળતા એલ.સી.બી. ઝોન-૨ના I/C PSI સી.એમ. ગઢવી સાહેબની ટીમે તાત્કાલિક રેઇડ કરી હતી.
રેઇડ દરમિયાન આરોપી પાસેથી ૪૫.૫૮ ગ્રામ ગાંજા, વેચાણના રોકડા રૂ. ૨૩,૫૦૦, ડિજિટલ વજન કાંટો અને એક મોબાઇલ ફોન કબ્જે કરવામાં આવ્યા હતા. કુલ મુદ્દામાલની કિંમત રૂ. ૧,૯૯,૦૩૦/- આંકવામાં આવી છે.પકડાયેલ આરોપી જિગ્નેશ તોનુરાજ લિબાસવાસ રહે. પ્લોટ નં.૦૯, હાઉસ નં.૧૦, ગોપાલ સોસાયટી, બાજવા, વડોદરા છે. અકોટા પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને આરોપી સામે કાયદેસર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.પોલીસે જણાવ્યું કે નશીલા પદાર્થોના વેચાણ અને હેરાફેરીને રોકવા માટે સતત પેટ્રોલિંગ અને રેઇડ કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે. શહેરમાં નશીલા પદાર્થોના વેપારને રોકવા માટે પોલીસ વિભાગ સંકલ્પબદ્ધ છે.આ કાર્યવાહીમાં PI ડી.વી. બલદાણીયા (અકોટા), I/C PSI સી.એમ. ગઢવી (એલ.સી.બી. ઝોન-૨), HC અશોક કલ્લાપ્પા, HC જીવન દીલીપરાવ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી.
Reporter: admin







