સમા કેનાલ પાસે ફીટ કરવામાં આવેલ સોલાર પેનલ સાફ કરવાનું કામ ચાલુ હતું ત્યારે એક યુવાન કોઈ પણ સેફ્ટી ના સાધનો વગર સોલાર પેનલ સાફ કરતો હતો તે દરમ્યાન તેમનો પગ લપસી પડતા કેનાલ મા પડી જતા તેમનું ડૂબી જવાથી મોત થતા હાહાકાર મચી ગયો છે પ્રાપ્ત વિગતોનુસાર સમા ડોમિનોઝ પાસે આવેલી નર્મદા કેનાલમાં સોલર સાફ કરતા યુવાન કેનાલમાં ડૂબી ગયો હતો.ચંદ્રેશ અગ્રવાલ નામનો 30 વર્ષીય યુવાન કેનાલ ઉપરની પેનલ સાફ કરતા સોલાર પેનલ તૂટતા પડી જવાથી કે લપસી જવાથી યુવાન કેનાલ માં પડી જવાથી ડૂબ્યો હતો.ખાનગી કોન્ટ્રાક્ટર પર પરિવારજનોએ આક્ષેપો કર્યા હતા કે તેમને સેફ્ટી વગર ના કોઈ સાધનો વિના કામ કરતો હતો.ઘણા વખતથી સોલાર પેનલ પર ક્લિનિંગ કરાવતો હતો એક પણ સેફટી ના સાધન આપતો ન હતો.અગ્રવાલ સમાજના સભ્યો મોટી સંખ્યામાં ક્ષમા કેનાલે એકત્ર થયા હતા.ઘટના સ્થળ પર વોર્ડ નંબર 2 ના કોર્પોરેટર મહાવીરસિંહ રાજપુરોહિત પણ ઉપસ્થિત જોવા મળ્યા હતા.છાણી ફાયર સ્ટેશન દ્વારા યુવાન ની શોધખોળ ચાલી રહી છે
Reporter: News Plus