વારસીયા રીંગરોડ વિસ્તારમાં આવેલી રાધેશ્યામ સોસાયટીમાં થોડા દિવસ પહેલા લાઈટ બાબતે ખામી સર્જાઈ હતી જેના કારણે રહીશો દ્વારા ફરિયાદ પણ નોંધવામાં આવી હતી બાદમાં એમજીવીસીએલના કાર્યકરો દ્વારા રીપેરીંગ કામ પણ શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ રીપેરીંગ કામ કર્યા બાદ તમામ વાયરો ખુલ્લા જ મૂકી દેવામાં આવ્યા હતા. જીવંત વાયરો ખુલ્લા હોવાના કારણે સોસાયટીમાં રહેતા નાના બાળકોને તો ખતરો હતો જ પરંતુ ગત રાત્રિના એક વાગે અચાનક જ જીવંત વાયર પૈકીનો એક વાયર નીચે પટકાતા અને શોર્ટ સર્કિટ થતા આગનો બનાવ બન્યો હતો અને સમગ્ર વિસ્તારની લાઈટો પણ ગુલ થઈ ગઈ હતી અચાનક જ રાત્રિ દરમિયાન લાઈટો ગુલ થતાં વિસ્તારના રહીશો મુશ્કેલીમાં મુકાયા હતા. બાદમાં રાત્રિ દરમિયાન જ એમજીવીસીએલને આ બનાવ અંગે જાણ કરાતા ટીમ રાત્રી દરમિયાન જ કામગીરી શરૂ કરીને મામલો થાળે પાડ્યો હતો
Reporter: News Plus