News Portal...

Breaking News :

ગોપાલ શાહ અને જતીન દોશી એ જામીન અરજી મૂકી : આજે સુનવણી

2024-04-20 10:52:29
ગોપાલ શાહ અને જતીન દોશી એ જામીન અરજી મૂકી : આજે સુનવણી


હરણી બોટ કાંડની ઘટનાને ત્રણ મહિના પૂર્ણ થયા છે.ત્યારે ઝડપાયેલા આરોપીઓના રિમાન્ડ પણ પૂર્ણ થયા છે ત્યારે 20 પૈકી બે આરોપીઓ એવા ગોપાલ શાહ અને જતીન દોશી એ જામીન પર મુક્ત થવા માટે અરજી કરી હતી જેની આજે સુનવણી છે ત્યારે કોર્ટ જામીન અરજી મંજૂર કરે છે કે પછી ફગાવી દે છે તે હવે જોવાનું રહ્યું. 



હરણી બોટ કાંડને ત્રણ મહિના પૂર્ણ થયા છે. તમામ આરોપીઓને ઝડપી પાડીને કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે. ત્યારે કસ્ટડીમાંથી મુક્ત થવા માટે અનેક આરોપીઓએ અગાઉ આગોતરા જામીન અરજી મૂકી હતી જેને કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી હતી ત્યાર બાદ રિમાન્ડ પૂર્ણ થતા તેઓએ જામીન અરજી મૂકી હતી જેને પણ નામંજૂર કરવામાં આવી હતી. બાદમાં હવે બે આરોપી એવા ગોપાલ શાહએ ગત તા. ૧૬ એપ્રિલે જ્યારે જાતિન દોશીએ ગત તા. ૧૨ એપ્રિલે જામીન અરજી કરી હતી. તેની આજે સુનવણી થશે.

...

Reporter: News Plus

Related Post