શાળાના વિદ્યાર્થીઓએ સ્કીટ દ્વારા મતદાન જાગૃતિનો સંદેશો ફેલાવ્યો
વડોદરા લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે શહેર જિલ્લામાં મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે.જેના ભાગરૂપે ટીમ SVEEP દ્વારા શહેરની નવરચના વિદ્યાની વિદ્યાલયમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.શાળાના વિધાર્થીઓએ સ્કીટ દ્વારા મતદાન જાગૃતિનો સંદેશો ફેલાવ્યો હતો. આ કાર્યક્રમમાં શાળાના ૧૦૦ જેટલા શિક્ષકો અને ૨૦૦ વિદ્યાર્થીઓ સહભાગી થયા હતા.
SVEEP ના કોર્ડીનેટર ડો.સુધીર જોષીએ આગામી લોકસભા ચૂંટણીમાં મહત્તમ મતદાન કરી લોકશાહીને સુદ્રઢ બનાવવાનો અનુરોધ કરી ઘરે ઘરે મતદાનનો સંદેશો પહોચાડવા જણાવ્યું હતું.તેમણે લોકશાહીમાં મતનું મહત્વ સહિત વિવિધ પાસાઓની છણાવટ કરી હતી.શાળાના શિક્ષકો અને સંસ્થાના સંચાલકો મતદાન માટે સંકલ્પબદ્ધ થયા હતા.આ કાર્યક્રમમાં શાળાના આચાર્યા ડો.અર્ચના મિશ્રા, ડો.કિરણસિંહ ચૌહાણ,સુની શ્રીનિવાસ સહિત શિક્ષકો, અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Reporter: News Plus