સાવલીમાં મોહરમ પર્વની પહેલા જ કોની એકલાસના વાતાવરણમાં ભડકો થાય તેવા પ્રયાસો કેટલાક તત્વો દ્વારા કરવામાં આવ્યા હોવાનું એક વિડીયો વાયરલના માધ્યમથી જાણવા મળ્યું છે
સાવલી લાહોરી વગા નામના વિસ્તારમાં કેટલાક તત્વો દ્વારા પેલેસ્ટાઈનનો ઝંડો લગાડીને કાયદો અને વ્યવસ્થા ડહોડાય તેવા પ્રયાસ કરવામાં આવ્યા હોવાની ફરિયાદ સાવલી પોલીસ મથકે નોંધાઈ છે. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોહરમ પર્વની ઉજવણી વચ્ચે સાવલીના લાહોરી વગામાં પર્વ નિમિત્તે ધાર્મિક ઝંડાઓ લગાડવામાં આવ્યા હતા.આ ધાર્મિક ઝંડાઓ વચ્ચે પેલેસ્ટાઈનનો ઝંડો લહેરાતો જોવા મળી આવ્યો હતો આ અંગે વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
એક તરફ ઇઝરાયેલ અને અમાસ વચ્ચે યુદ્ધ ચાલે છે ત્યારે આ પ્રકારના કૃત્યથી સાવલી વિસ્તારમાં કાયદાને વ્યવસ્થાની સ્થિતિ બગડે તેવા પ્રયાસ સાથે ચોક્કસ તત્વો દ્વારા પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું છે આ અંગે સાવલી પોલીસ મથકમાં હેડ કોસ્ટેબલ ભુપેન્દ્રભાઈ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે અહીં એ પણ ઉલ્લેખનીય છે કે ભારતનું વલણ ઇઝરાયેલ તરફે હોવાથી આ ઘટનાની ગંભીર અસર પડી શકે તેમ હોવાથી ઘટના ન બને તે માટે સાવલી પોલીસ દ્વારા વિશેષ કામગીરી પણ હાથ ધરવામાં આવી છે
Reporter: admin