આધુનિક સમયમાં શિક્ષણનું ખૂબ જ મહત્વ વધ્યું છે એવા સમયે શિક્ષણથી કોઈ વંચિત ન રહે તે માટે સરકાર પણ ખૂબ પ્રયત્નશીલ છે આ તમામ પાસાઓ વચ્ચે વાસ્તવિકતા એ પણ છે કે શૈક્ષણિક સામગ્રી ખૂબ જ મોંઘી થઈ છે ત્યારે સમાજના કેટલાક દાતાઓ દ્વારા જરૂરિયાતમંદ લોકોને શિક્ષણ સામગ્રીની દાનની સરવાની વહાવીને શિક્ષણ મેળવતા જરૂરીયાત મંદોને મદદ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે
શીતળાજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનેક સામાજિક અને સેવાકીય કાર્યો કરવામાં આવે છે ત્યારે આ સંસ્થા દ્વારા આ વર્ષે પહેલી વખત વિનામૂલ્યે ચોપડા વિતરણ કરીને વિદ્યાર્થીઓની શિક્ષણની ભૂખને સંતોષવાનું શ્રેષ્ઠ કાર્ય કરવામાં આવ્યું હતું. આ વર્ષે સંસ્થા દ્વારા ચોપડા વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેનો લાભ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ લીધો હતો. વડોદરા શહેર જય રત્ન બિલ્ડીંગ પાસે આવેલ પૂજ્ય ડોંગરે મહારાજ શાળા ખાતે શ્રી શીતળાજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 16 વર્ષથી અવિરત પણે ચોપડા વિતરણ કરવાનું કાર્યક્રમ યોજવામાં આવે છે.
શીતળાજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રથમ વખત 200 બાળકોને ચોપડા વિતરણ કરવામાં આવ્યું હતું અને આ વર્ષે 700 જેટલા બાળકોને ચોપડા વિતરણ કરવામાં આવ્યા હતા. સાથે જ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ માં અભ્યાસ કરી ને CA ની પરીક્ષામાં પાસ થનાર એવા હિમાલય ભાઈ કહાર ને સન્માનિત કરવામાં આવ્યા હતા a કાર્યક્રમ માં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ના ચેરમેન, શિતલાજી ચેરિચેટલ ટ્રસ્ટ ના સભ્યો સાથે સ્થાનિક નગરસેવકો આ કાર્યક્રમ માં ઉપસ્થિત રહ્યા હતાં
Reporter: