શહેરની હદમાં છેલ્લા 20 દિવસમાં અનેક જગ્યાએ ચોરી કરનાર રીઢા આરોપીને શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે. ક્રાઈમ બ્રાન્ચે જડતી પડેલા આરોપી વિરુદ્ધ અગાઉ 25 જેટલા ગુનાઓ રાજ્યના વિવિધ પોલીસ મથકો ખાતે નોંધાયેલા છે.
શહેર પોલીસ કમિશનરના આદેશ બાદ ઘરફોડ ચોરીના ગુનામાં અગાઉ પકડાયેલા આરોપીઓને ચેક કરી તેઓની પ્રવૃત્તિ ઉપર નજર રાખીને આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને શોધી કાઢવાની કામગીરી ક્રાઇમ બ્રાન્ચની ટિમ દ્વારા કરવામાં આવી રહી છે. આ કામગીરી અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચના પી.એસ.આઈ સી.ડી.યાદવ અને પી.એસ.આઈ એ.જે.રાઠવાને માહિતી મળી હતી કે દુમાડ નવીનગરી ખાતે રહેતો ઈસમ સુનિલસિંહ પાનસિંગ ઉર્ફે અર્જુનસિંહ બાવરી અનેક ઘરફોડ ચોરીઓના ગુનામાં સંડોવાયેલો છે.
પોલીસને મળેલી માહિતીના આધારે સુનિલ સિંગની પૂછપરછ કરતા તેને છેલ્લા 20 દિવસમાં ગોરવા સુભાનપુરા ખાતેથી યામહા બાઇકની ચોરી ઉપરાંત નવાપુરામાં બંધ ઓફિસમાંથી રોકડ રૂપિયાની ચોરી ફતેગંજ નાયરા પેટ્રોલ પંપ પાસેના એપાર્ટમેન્ટના બંધ મકાનમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રૂપિયાની ચ ચોરી કર્યાની કબુલાત કરી હતી. પોલીસે આ આરોપી પાસેથી ૬૫,૦૦૦નો મુદામાલ કબ્જે કર્યો હતો.પોલીસે આ આરોપી અંગે વધુ તપાસ હાથ ધરતાં આરોપી વિરુદ્ધ અમદાવાદ નર્મદા છોટાઉદેપુર ખેડા જામનગર મોરબી અને વડોદરા ગ્રામ્યના જુદા જુદા પોલીસ મથકોમાં ઘરફોડ અને વાહન ચોરી તેમજ રાયોટિંગ મળીને કુલ 25 જેટલા ગુનાઓ નોંધાયેલા હોવાની વિગતો સામે આવી હતી. આરોપીની ગુનાહિત પ્રવૃત્તિને કારણે તે એક વખત પાસા પણ જઈ આવેલ છે
Reporter: admin