પાવીજેતપુરના નાની રાસલી ખાતે આવેલી આદર્શ નિવાસી શાળામાં આજરોજ પૂર્વ વિપક્ષી નેતા સુખરામ રાઠવાએ મુલાકાત લીધી હતી જેમાં મોટાપાયે ગેરરીતિ બહાર આવી હતી.
છોટાઉદેપુર જીલ્લાના પાવી જેતપુર પાસેના નાની રાસલી આદર્શ નિવાસી શાળા તેમજ તારાપુર ખાતે વિરોધપક્ષના પૂર્વ નેતા સુખરામ રાઠવા એ મુલાકાત લીધી હતી, ત્યારે નાની રાસલી ખાતેની આદર્શ નિવાસી શાળા ખાતે બાળકોને અપૂરતું તેમજ મેનુ પ્રમાણે ભોજન આપવામાં નથી આવતું. ઉપરાંત બાળકોને તેલ, સાબુ જેવી ચીજવસ્તુ પણ આપવામાં નથી આ અંગે સુખરામ રાઠવાએ બાળકોને પૂછતા બાળકોએ સામૂહિક રીતે જણાવી હતી.જ્યારે સુખરામ રાઠવા શાળા સંકુલમાં પ્રવેશ કર્યો ત્યારે શાળા સંકુલના એક ખંડેર ઓરડામાં વર્ષ 2021-22 ના વર્ષની સરકારી સાયકલ કે જે પ્રવેશોત્સવ દરમિયાન બાળકીઓને વિતરણ કરવામાં આવનાર હતી તે અહીંયા પડેલી નજરે પડી હતી ઉપરાંત એક પિકઅપ ગાડીના ભરીને લઈ જવાતી નજરે પડી હતી.આદર્શ નિવાસી શાળાના બાળકોને આપવામાં આવતા ભોજન માં પણ સળેલી ભાજી મળી આવી હતી
ઉપરાંત ટામેટા, ગલકા પણ બગડેલા મળી આવ્યા હતા.આ ઉપરાંત રોટલીનો લોટ પણ ફૂગ લાગેલી હાલતમાં મળી આવ્યો હતો. આજે બાલકોને રોટલો શાક,દાળ ભાત જમવામાં આપવાનું હતું તેના બદલે ફકત દાળભાત આપવામાં આવ્યા હતા, જેનું કારણ જાણવા માટે રસોઈયા ને પૂછતા તેઓએ ગેસના બોટલ ખલાસ થઈ જતાં બનાવી શકાયું ન હોવાનું જણાવ્યું હતું .આદર્શ નિવાસી શાળાના એક બંધ ઓરડામાં સુખરામ રાઠવાએ મુલાકાત લેતા તેમાંથી વર્ષ 2021-22 અને 2022-23 ના વર્ષના ગરીબ કલ્યાણ મેળાના લાભાર્થીઓને આપવાના સાધનો પણ મોટી સંખ્યામાં ધૂળ ખાતા મળી આવ્યા હતા આ ઉપરાંત તારાપુર ખાતે એક ખાનગી જીનમાં મુલાકાત કરતા ખાનગી જીનના કમ્પાઉન્ડમાં 1100 કરતા વધુ સરકારી સાયકલોનો જથ્થો કાટ ખાઈ રહેલી હાલતમાં પડી રહેલો મળી આવ્યો હતો.એક તરફ સરકાર પ્રવેશોત્સવ ના નામે કરોડો રૂપિયા ખર્ચી રહી છે અને બાળકોને સુવિધા મળે તે માટે સાયકલ વિતરણ કરે છે અને બીજી બાજુ એજન્સીની બેદરકારીના કારણે સાયકલો કાટ ખાઈ રહેલી નજરે પડે છે.
Reporter: