સ્વિત્ઝર્લેન્ડ: એક એવા મશીનનું ઇનોવેશન કર્યુ છે જેનાથી માત્ર એક મીનિટમાં જીવ જતો રહે છે આથી ઇચ્છા મૃત્યુ ધરાવનારા માટે વરદાનરુપ છે. છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન સંશોધન થયા પછી મરવા માટે કોઇ પણ પ્રકારની મેડિકલ સુવિધાની જરુરીયાત ઉભી થશે નહી. કેટલાક લોકો પોતાના જીવનથી ખૂશ હોતા નથી.
આત્મહત્યા કરીને મોતને ગળે લગાવવા માટે ઓછામાં ઓછી તકલીફનો સામનો કરવો પડે તેવું મશીન તૈયાર થયું છે.
એક બટન દબાવવાની સાથે જ જીવનનો અંત લાવવો સરળ બની જશે. જો કે આ મશીન કામ કેવી રીતે કામ કરે છે તે જાણવું રસપ્રદ છે. આ મશીનને સુસાઇડ પોડ કહેવામાં આવે છે. સુસાઇડ પોડની અંદર માણસને રાખવામાં આવે છે. જેવું બટન દબાવવામાં આવે કે તરત જ હવામાં રહેલો ઓકિસજન માત્ર ૩ સેકન્ડમાં જ ૨૧ ટકા ઘટીને ૦.૦૫ થઇ જાય છે.
માત્ર થોડીક જ ક્ષણોમાં માણસ કયારેય ના ઉઠી શકે તેવી ઉંઘમાં સૂઇ જાય છે. સુસાઇડ ઇચ્છુકને સુસાઇડ પોડમાં લઇ જતા પહેલા નામ, સરનામુ વગરે પુછવામાં આવે છે. બટન દબાવવાથી શું થશે એ અંગે પહેલાથી જ સમજાવી દેવામાં આવે છે. આથી તેને જીવનનો અંત આણતા પહેલા નિર્ણય બદલવા અંગે પુછવામાં આવે છે.
Reporter: admin