આંતરરાષ્ટ્રીય ફ્લાઇટની શરૂઆત માટે કેન્દ્ર સરકારમાં વડોદરાના આસપાસના જિલ્લાના સાંસદોને સાથે રાખીને રજૂઆત કરવામાં આવશે..
એરપોર્ટ સલાહકાર સમિતિના નવનિયુક્ત સભ્યોએ એરપોર્ટ સંકુલમાં નવું રેસ્ટોરન્ટ અને કાફે શરૂ કરવાની વિનંતીને સાંસદે આવકારી..
વડોદરા એરપોર્ટ ખાતે નવનિયુક્ત એરપોર્ટ સલાહકાર સમિતિની સાંસદ હેમાંગ જોશીના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી શહેરને ઇન્ટરનેશનલ ફ્લાઇટ મળે તે માટે આ બેઠક ખૂબ અગત્યની હોવાનું મનાઈ રહ્યું છે.
મધ્ય ગુજરાતનું સૌથી મોટું સેન્ટર કહી શકાય તેવું વડોદરા શહેર ને આંતરરાષ્ટ્રીય હવાઈ મથકનો દરજ્જો તો મળી ગયો છે પરંતુ છેલ્લા કેટલાય સમયથી વડોદરા એરપોર્ટ ખાતે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટની શરૂઆત નહીં થવાને કારણે વિદેશથી આવતા મધ્ય ગુજરાતના એન.આર.આઈ પ્રવાસીઓને અમદાવાદ નહિ તો પછી મુંબઈ ખાતેની કનેકટિંગ ફ્લાઇટનો આશરો લેવો પડતો હોય છે. પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા પણ વડોદરા એરપોર્ટ ખાતે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટની શરૂઆત થાય તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા અલબત વર્તમાન સાંસદ
ડો. હેમાંગ જોશીએ તો વડોદરા ખાતે આ ફ્લાઈટ શરૂ થાય તે માટે નાગરિક ઉડાન મંત્રી સાથે અગાઉ મીટીંગ પણ કરી લીધી છે. ખાતે આજે મળેલી સલાહકાર સમિતિની બેઠકમાં સાંસદ ડોક્ટર જોશી એ રપોર્ટ ઓથોરિટી ના અધિકારીઓને સૂચના આપતા જણાવ્યું હતું કે વડોદરા એ મધ્ય ગુજરાતનું કેન્દ્ર સ્થાને છે ત્યારે વડોદરા એરપોર્ટ ખાતે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટને શરૂ કરવામાં જે પણ અડચનો આવતી હશે એ અડચનોને દૂર કરવાના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવશે અહીં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટની શરૂઆત થાય તે માટે કેન્દ્ર સરકારના મંત્રી કે પછી ઉચ્ચકક્ષાએ અન્ય કોઈ રજૂઆત કરવાની હશે તો એ રજૂઆત કરવા માટે હું તૈયાર છું ની આસપાસ છોટાઉદેપુર પંચમહાલ આનંદ ભરૂચ જેવા જિલ્લાઓ આવેલા છે આ જિલ્લાના સાંસદોનો એ પણ સાથે રાખીને વડોદરામાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ કરવામાં આવે તે પ્રકારના પ્રયાસો હાથ ધરવામાં આવશે અહીં ઉલ્લેખનીય છે કે એરપોર્ટ ઓથોરિટી દ્વારા ઇન્ટરનેશનલ ફ્લાઇટને શરૂ કરવા માટે કવાયત તો હાથ ધરવામાં આવી હતી પરંતુ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટના ટેક ઓફ અને ટેકઓન માટે જે જરૂરી રન વે હોવો જોઈએ એ રન વેનું જરૂરી અંતર મળતું નથી.આંતરરાષ્ટ્રીય લાઈટ ની લંબાઈ અને પહોળાઈએ આંતરરાષ્ટ્રીય નિયમોને આધીન હોય છે ત્યારે આંતરરાષ્ટ્રીય ફ્લાયટોના વિમાનોને અહીંથી ટેક ઓફ કરવામાં સમસ્યા સર્જાઈ શકે છે આવા નીતિવિષયક કારણોને લીધે વડોદરાને આંતરરાષ્ટ્રીય હવાઈ મથકનો દરજ્જો મળી શક્યો નથી. આજે મળેલી બેઠકમાં એરપોર્ટ ઓથોરિટીના 100 સભ્યોએ ગ્રીન બિલ્ડીંગ ગ્રીન એનર્જી નહિ કેન્દ્રમાં રાખીને એરપોર્ટની પ્રગતિને પ્રાધાન્ય આપવાનો નિર્ણય લીધો હતો આ ઉપરાંત ઇન્ટરનેશનલ ફ્લાઇટ માટે ઈમીગ્રેશન કસ્ટમર અને સિક્યુરિટીની બાબતોને લગતી માળખાકીય સુવિધા ની જે કામગીરી ચાલી રહી છે તેની પણ સમીક્ષા કરવામાં આવી હતી વડોદરા એરપોર્ટ ખાતે ડોમેસ્ટિક તેમજ ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ માટે અલગ લેન્ડ ઉભી કરવાની અને એરપોર્ટ પરિસરમાં કામ કરતાં કર્મચારીઓ માટે કેચમેન્ટ એરિયા વિકસિત કરવાનું સાંસદ ડો. હેમાંગ જોશી એ સૂચન કર્યું હતું. આ ઉપરાંત એરપોર્ટ પરિસરમાં નવીન રેસ્ટોરન્ટ ફૂડ એરીયા અને કેફે વધારવા માટેનું સૂચન પણ તેઓ દ્વારા કરવામાં આવ્યું હતું. આજે મળેલી બેઠકમાં એરપોર્ટ સલાહકાર સમિતિના નવનિયુક્ત સભ્યો શહેર પોલીસ તંત્રના અધિકારીઓ પાલિકાના અધિકારીઓ સહિત વડોદરા એરપોર્ટના વિવિધ વિભાગોના વડા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા
*ગુજરાતમા સૌથી પહેલું એરપોર્ટ ગુજરાતમા બન્યું હતું. સુનિલ સોલંકી *
વડોદરા એરપોર્ટ સલાહકાર સમિતિમાં નવનિયુક્ત સભ્ય અને શહેરના પૂર્વ મેયર એવા સુનીલ સોલંકી વડોદરા એરપોર્ટને આંતરરાષ્ટ્રીય કક્ષાની ફ્લાઇટ મળે તે અંગેના સૂચનને આવકારતા ડોક્ટર હેમાંગ જોશીના પ્રયાસોને આવકાર્યા હતા તેઓએ જણાવ્યું હતું કે વડોદરા એ મધ્ય ગુજરાતનું કેન્દ્રસ્થાને રહેલું શહેર છે. વડોદરાની આસપાસના અનેક જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં નાગરિકો વિદેશની ધરતી પર કેટલાય વર્ષોથી સ્થાયી થયા છે ત્યારે આ વિદેશમાં વસતા નાગરિકોને પોતાના વતન સાથે સરળતાથી વ્યવહાર થઈ શકે તે માટે શહેરના એરપોર્ટને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ નું આવાગમન મળે એ અત્યંત આવશ્યક બન્યું છે. છોટાઉદેપુર પંચમહાલ અને આણંદ સાંસદ પણને મત ક્ષેત્ર ને લાભ મળી શકે.
વડોદરા શહેરમાં સૌપ્રથમ વખત એરપોર્ટ,ડ્રેનેજ લાઈન,ગેસલાઇન શરૂ થઈ હતી, આ વડોદરાની ભૂમિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કર્મભૂમિ છે.વડોદરાના નાગરિકોએ સાંસદને બહુમતી થી જીત આપી છે આપણે સમર્થન આપવું જોઈએ.વડોદરા શહેર સહિત આસપાસના નાગરિકોને પણ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટનું લાભ મળે તેવા ઉદ્દેશ સાથે સાંસદ દ્વારા કરવામાં આવેલી રજૂઆતને આપને શોવે સહકાર આપવો જોઈએ. હવે બહુ મીટીંગ થઈ વન મેન વન એજન્ડા ઇન્ટરનેશનલ ફ્લાઇટ જલ્દી મળે. નાગરિકોના હિતમાં અને નાગરિકોને લાભ મળે.
Reporter: admin