કુવૈતમાં આગની ઘટનામાં કરુણ મોત પામેલા 45 ભારતીયોના નશ્વર અવશેષોને લઈને ભારતીય વાયુસેનાનું એક વિશેષ વિમાન આજે સવારે કોચી પહોંચ્યું છે.
વિમાનમાં રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહ પણ હાજર હતા જેમણે ઝડપથી પરત આવે તે સુનિશ્ચિત કરવા કુવૈતી સત્તાવાળાઓ સાથે સતત સંકલન કર્યું હતું. પ્લેન કોચીન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચતાની સાથે જ એર્નાકુલમ રેન્જના ડીઆઈજી પુટ્ટા વિમલાદિત્યએ કહ્યું હતું કે ,અમે મૃતદેહો મેળવવા માટે તમામ જરૂરી વ્યવસ્થા કરી છે. અમે પીડિતોના પરિવારના સભ્યો સાથે પણ વાતચીત કરી છે. મૃતદેહ મળતાની સાથે જ અમે મૃતદેહોને સ્વીકારીશું.
23 મૃતદેહો કેરળના, 7 તમિલનાડુ અને 1 કર્ણાટકના છે.અગાઉ કુવૈતથી વિમાનના પ્રસ્થાન પહેલા કુવૈતમાં ભારતીય દૂતાવાસે X પર ભારતીય વાયુસેનાના આ વિશેષ વિમાનના પ્રસ્થાન સાથે સંબંધિત સમાચાર પોસ્ટ કર્યા હતા. ભારતીય દૂતાવાસે ટ્વિટર પર લખ્યું, ભારતીય વાયુસેનાનું એક વિશેષ વિમાન કુવૈતમાં આગની ઘટનામાં પીડિત 45 ભારતીયોના નશ્વર અવશેષો લઈને કોચી માટે રવાના થયું છે.
Reporter: News Plus