કોંગ્રેસમાંથી ભાજપના ધારાસભ્યોને મંત્રીપદ આપવાની ચર્ચા ઉઠી છે. આરએસએસના નેતા રતન શારદાએ એક લેખમાં ભાજપમાં જૂના કાર્યકરોને અવગણીને નેતાઓને ટિકિટ કે પદ આપવાની પ્રથા ગણાવી છે.
ગુજરાતમાં ભાજપના કેટલાક નેતાઓએ કોંગ્રેસના નેતાઓને પાર્ટીમાં સામેલ કરવાનો ખુલ્લો વિરોધ કર્યો છે. 2022ની વિધાનસભા ચૂંટણી બાદ કોંગ્રેસના ઘણા ધારાસભ્યો અને નેતાઓ ભાજપમાં જોડાયા છે.અગાઉથી ગુજરાતમાં ભાજપ 2001થી સત્તા પર છે. પરંતુ 2002 થી 2017 સુધી દરેક ચૂંટણીમાં ભાજપના ધારાસભ્યો ઘટ્યા હતા, પરંતુ 2022માં તેમની સંખ્યા વધીને 156 થઈ હતી,જે હવે 161 થઈ ગઈ છે.આ વખતે લોકસભા ૨૦૨૪ માં ભાજપ હેટ્રિક ચૂકી ગયું છે.2014 અને 2019માં ભાજપે રાજ્યની તમામ 26 લોકસભા બેઠકો જીતી હતી પરંતુ આ વખતે પાર્ટી હેટ્રિક ચૂકી ગઈ છે. આ વખતે બનાસકાંઠા બેઠક કોંગ્રેસે જીતી છે.પાર્ટી નેતૃત્વએ સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશમાં આવતી તમામ આઠ લોકસભા બેઠકો 5 લાખ મતોથી જીતવાનો લક્ષ્યાંક રાખ્યો હતો પરંતુ તે થઈ શક્યું નહીં. અત્રે એ ઉલ્લેખનીય છે કે ગુજરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહનું ગૃહ રાજ્ય છે.
આરએસએસ મેગેઝીન ઓર્ગેનાઈઝરમાં છપાયેલા લેખમાં લોકસભા ચૂંટણીના પરિણામોને લઈને તીખી ટિપ્પણી કરવામાં આવી છે. લેખમાં કહેવામાં આવ્યું છે કે ચૂંટણી પરિણામોએ ભાજપના નેતાઓ અને કાર્યકરોને અરીસો બતાવ્યો છે જેઓ વધુ પડતા આત્મવિશ્વાસથી ભરેલા છે. આ લેખ RSS સભ્ય રતન શારદા દ્વારા લખવામાં આવ્યો છે.રતન શારદાએ તેમના લેખમાં લખ્યું છે કે કેવી રીતે પક્ષપલટો માટે સ્થાનિક પાર્ટી નેતાઓની અવગણના કરવામાં આવી. ચૂંટણી પહેલા આવા નેતાઓને મોટી સંખ્યામાં પાર્ટીમાં સામેલ કરવામાં આવ્યા હતા. રતન શારદાએ લખ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે દરેક સીટ જીતી શકાય છે, તેની પણતે પણ એક મર્યાદા છે. જ્યારે ઉમેદવારો બદલવામાં આવ્યા, સ્થાનિક નેતાઓ પર લાદવામાં આવ્યા અને ટર્નકોટને વધુ મહત્વ આપવામાં આવ્યું ત્યારે આ વિચારસરણી આત્મઘાતી બની છે.
Reporter: News Plus