GSTની આગામી 53મી બેઠક 22 જૂન 2024ના રોજ દિલ્હીમાં યોજાશે. જેની અધ્યક્ષતા નાણાં મંત્રી નિર્મલા સીતારમણ કરી શકે છે.
આ બેઠકમાં સાથે રાજ્યમંત્રી, મહેસૂલ સચિવ, CBICના અધ્યક્ષ, સભ્ય મુખ્યમંત્રી, સભ્ય GST અને અન્ય અધિકારીઓ હાજર રહી શકે છે. આ બેઠકમાં ઓનલાઈન ગેમિંગથી લઈને પેટ્રોલ અને ડીઝલને GSTના દાયરામાં સામેલ કરવા સુધીના તમામ બાબતો પર નિર્ણય લેવામાં આવી શકે છે. બજેટ પહેલા કાઉન્સિલમાં GST સંબંધિત મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. આ સિવાય વ્યાપારીઓ માટે અનુપાલન સરળ બનાવવા પર ચર્ચા કરવામાં આવશે.
ઇન્વર્ટેડડ્યુટી સ્ટ્રક્ચરનીસમસ્યાઓને દૂર કરવા પર નિર્ણય શક્ય છે. આ સિવાય એવું મનાય છે કે પેટ્રોલ અને ડીઝલને GSTના દાયરામાં સામેલ કરવામાં આવી શકે છે, કારણ કે લોકસભા ચૂંટણીના પરિણામો પહેલા સમાચાર આવ્યા હતા કે જો મોદી સરકાર બનશે તો પેટ્રોલ અને ડીઝલને GSTના દાયરામાં સામેલ કરવામાં આવશે. છોડવાનું કામ નવી સરકારના 100દિવસના એજન્ડામાં આવી શકે છે.
Reporter: News Plus