રોકડ માટે ATM નો ઉપયોગ કરનારા ગ્રાહકો માટે એક આંચકા રૂપ ખબર છે. બેંક ગ્રાહકોને આગામી દિવસોમાં બોજનો સામનો કરવો પડી શકે છે અને ATMમાંથી રોકડ ઉપાડવી મોંઘી બની શકે છે. એટીએમ ઓપરેટરો ચાર્જ વધારવાની માંગ કરી રહ્યા છે.
ATM ઓપરેટર્સે ઇન્ટરચેન્જ ફી વધારવાની માંગ કરી છે. આ માટે તેણે રિઝર્વ બેંક અને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા એટલે કે NPCIનો સંપર્ક કર્યો છે. ઇન્ટરચેન્જ ફી જે ગ્રાહકો એટીએમમાંથી રોકડ ઉપાડ માટે ચૂકવે છે. જો આ ચાર્જ વધશે તો ગ્રાહકોને ATMમાંથી રોકડ ઉપાડવા માટે વધુ ફી ચૂકવવી પડશે. કન્ફેડરેશન ઓફ એટીએમ ઈન્ડસ્ટ્રી એટલે કે, એટીએમ ઓપરેટર્સની સંસ્થા, સીએટીએમઆઈનું કહેવું છે કે આ ચાર્જ (ઈન્ટરચેન્જ ફી) પ્રતિ ટ્રાન્ઝેક્શન મહત્તમ ૨૩ રૂપિયા સુધી વધારવો જોઈએ. ATM નિર્માતા AGS Tran Technologies એ ઇન્ટરચેન્જ ફી વધારીને રૂ. ૨૧ પ્રતિ ટ્રાન્ઝેક્શન કરવાની માંગ કરી છે, પરંતુ અન્ય ઘણા ઓપરેટરોએ રૂ. ૨૩ પ્રતિ ટ્રાન્ઝેક્શનની માંગ કરી છે.
ઇન્ટરચેન્જ ફી છેલ્લે ૨૦૨૧માં વધારવામાં આવી હતી. તે સમયે ઇન્ટરચેન્જ ફી ૧૫ રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શનથી વધારીને ૧૭ રૂપિયા કરવામાં આવી હતી. તે પછી ચાર્જ માત્ર ૧૭ રૂપિયા છે. ઓપરેટરોનું કહેવું છે કે અગાઉના ચાર્જમાં ફેરફાર લાંબા અંતર બાદ કરવામાં આવ્યો હતો, પરંતુ આ વખતે વિલંબ થશે નહીં. તેમનું માનવું છે કે હવે પરિવર્તન જલ્દી જ શકય છે. ઇન્ટરચેન્જ ફી એક બેંક દ્વારા બીજી બેંકને ચૂકવવામાં આવે છે. ધારો કે એટીએમ કાર્ડ એસબીઆઈનું છે અને એટીએમ મશીન પીએનબીનું છે. આવી સ્થિતિમાં, ટ્રાન્ઝેક્શન માટે SBI દ્વારા PNBને ઇન્ટરચેન્જ ફી ચૂકવવામાં આવશે. બેંકો આખરે આ ચાર્જનો બોજ ગ્રાહકોને ટ્રાન્સફર કરે છે.
Reporter: News Plus