News Portal...

Breaking News :

બ્રહ્મા કુમારી અટલાદરા ખાતે મૌન અનુભવ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું

2024-06-28 17:55:46
બ્રહ્મા કુમારી અટલાદરા ખાતે મૌન અનુભવ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું


બ્રહ્મા કુમારીઝ અટલાદરા સેવા કેન્દ્ર ખાતે ૨૪મી જૂનથી ૩૦મી જૂન સુધી સાત દિવસીય મૌન અનુભવ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના ઉદ્ઘાટનમાં સંસ્થાના વરિષ્ઠ રાજયોગી બ્રહ્માકુમાર રાજુભાઈ  દ્વારા કરવામાં આવ્યું હતું


દિવ્ય સેવામાં સમર્પિત જીવનના ૫૦ વર્ષથી વધુ સમયથી રાજયોગ કરી રહ્યા છે. અને આધ્યાત્મિક ઊંડું જ્ઞાન ધરાવે છે. તેઓ સંસ્થાના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ૧૦૦૦ થી વધુ  સેમિનારોનું પ્રતિનિધિત્વ કર્યું છે.મૌન અનુભૂતિના પ્રારંભમાં રાજુભાઈએ મૌનનો અર્થ સમજાવ્યો અને સૌને કહ્યું કે આજે આપણે જે વૈજ્ઞાનિક શોધો જોઈ રહ્યા છીએ તેની પાછળની મૂળભૂત શક્તિ મૌનની શક્તિ છે, જેમ જેમ ટેકનોલોજી વધી છે તેમ તેમ મનની અસ્થિરતા વધી ગઈ છે. લોકોને ટેકનોલોજીની આદત પડી ગઈ છે. ચારેબાજુ ઘોંઘાટ અને અશાંત વિસ્તારે મનની શાંતિ છીનવી લીધી છે. શું તમે જાણો છો કે આ ઘોંઘાટના કારણે શરીરમાં અમુક પ્રકારની મુશ્કેલીઓ ઘર કરી જાય છે. યોગ્ય સમયે આમાંથી છુટકારો ન મેળવવામાં આવે તો મુશ્કેલીઓ વધુ ગંભીર થઈ જાય છે.  મૌન રહેવાનો અર્થ એ નથી કે કોઈ પણ મુશ્કેલી હોય તો પણ બોલવાનું નથી કોઈ કંઈક બોલી રહ્યુ છે તો જવાબ આપવાનો નથી પરંતુ ઘોંઘાટથી દૂર કોઈ પણ પ્રકારના પ્રદૂષણથી બચીને પોતાને મનને શાંત રાખવાનુ છે. આ સિવાય બિનજરૂરી ચર્ચાથી બચવાનું છે. જો આપણે મૌનનાં વિશિષ્ટ સ્વરૂપોનો અનુભવ કરીશું, તો આપણે ખૂબ જ મનની શાંતિને  અનુભવી શકીશું અને મૌનની શક્તિથી આપણા મનને ચાર્જ કરી શકીશું. આર્કિટેક્ટ કેતન ભાઈએ કહ્યું કે મૌન વિશે ખૂબ જ સુંદર સમજૂતી રાજુભાઈએ આપણને સમજણ આપી છે, હું પોતે યોગાભ્યાસ કરું છું અને મને પણ લાગ્યું કે યોગમાં આવા અનુભવો ચોક્કસ કરવા જ  જોઈએ. મૌન રહેવાની અસર બોડી પર ખૂબ જોવા મળે છે. 


સામાન્ય રીતે વધુ ઘોંઘાટ કે અવાજનું પ્રદૂષણ ધરાવતા સ્થળ પર રહેતા લોકોનું બ્લડ પ્રેશર વધેલુ જોવા મળે છે જ્યારે જે લોકો શાંત સ્થળ પર રહે છે. તેમને બીપી સંબંધિત સમસ્યા ઓછી જોવા મળે છે. બ્રહ્મા કુમારીઝ અટલાદરા સેવા કેન્દ્રના બીકે ડો. અરુણા દીદીએ જણાવ્યુ કે જે લોકો વધુ એકાંતવાસમાં શાંતિથી રહે છે, તેમનું મન અશાંત સ્થળો પર રહેતા લોકોની સરખામણીએ વધુ એકાગ્ર રહે છે. તેઓ સરળતાથી ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. તેઓ વિચારોનું સામંજસ્ય જાળવીને એકાગ્રતાને વધારી દે છે.  મૌન રહેવાનો એક લાભ એ પણ છે કે બ્રેઈનનો વિકાસ અશાંત સ્થળો પર રહેતા લોકો કરતા શાંત રહેતા લોકોમાં શ્રેષ્ઠ હોય છે. મૌન રહેતા લોકોની સમજશક્તિ અને વિચારવાની ક્ષમતા શ્રેષ્ઠ હોય છે. મૌન રહેવાનો એક ફાયદો એ પણ છે કે જ્યારે બ્રેઈન યોગ્યરીતે એક્ટિવ રહે છે તો તેનાથી ઊંઘ સારી આવે છે. કોઈ પણ પ્રકારનો મેન્ટલ ડિસઓર્ડર થવાની મુશ્કેલી ખુબજ ઓછી રહે છે. અરુણ ભાઈ, સીજીએમ, ગેઈલ ઈન્ડિયાએ કહ્યું કે મને થોડા સમય પહેલા એક કોન્ફરન્સ માટે માઉન્ટ આબુમાં બ્રહ્મા કુમારીઝ કેમ્પસની મુલાકાત લેવાની તક મળી ત્યારથી, હું નિયમિતપણે અહીં જ્ઞાનયોગ વર્ગ સાંભળું છું અને પ્રેક્ટિસ કરું છું,  મારુ મન ધીમે ધીમે મારી અંદર પરિવર્તન અનુભવી રહ્યુ છે. અટલાદરા બ્રહ્મા કુમારી સેવા કેન્દ્ર મૌન અનુભવ સપ્તાહમા કેન્દ્ર ખાતે વિશેષ સઘન યોગ સાધના ભઠીનું આયોજન કરવામાં આવ્યું હતું આ સાથે નવનિર્મિત કાર્યાલયનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે  ચિરાગ બારોટ ડેપ્યુટી મેયર, ગેઈલ ઈન્ડિયા ના  અરુણ કુમાર મોદીજી, Zydex ઈન્ડસ્ટ્રીના ડાયરેક્ટર અજય રાંકા અને આર્કિટેક્ટ કેતનભાઈ યોગ સાધના ભઠ્ઠી સપ્તાહના ઉદઘાટન પ્રસંગે અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

Reporter: News Plus

Related Post