News Portal...

Breaking News :

રાષ્ટ્રધ્વજ વેચતી દુકાન અને દુકાનદારના ઘર ઉપર ગ્રેનેડ હુમલામાં ત્રણ જણના મૃત્યુ ૬ને ગંભીર ઈજા

2024-08-15 10:40:17
રાષ્ટ્રધ્વજ વેચતી દુકાન અને દુકાનદારના ઘર ઉપર ગ્રેનેડ હુમલામાં ત્રણ જણના મૃત્યુ ૬ને ગંભીર ઈજા


ક્વેટા : પાકિસ્તાનના ૭૭મા સ્વાતંત્ર્ય દિનની પૂર્વ સંધ્યાએ પાકિસ્તાનના રાષ્ટ્રધ્વજ વેચતી દુકાન અને દુકાનદારના ઘર ઉપર થયેલા ગ્રેનેડ હુમલામાં ઓછામાં ઓછા ત્રણ જણના મૃત્યુ થયા છે. જ્યારે ૬ ને ગંભીર ઈજાઓ થઈ છે.


આ હુમલાની જવાબદારી અલગતાવાદી સંગઠન બબુચ લિબરેશન આર્મી (બી.એલ.એ.)એ લીધી છે.આ હુમલા પુર્વે કેટલાક દિવસોથી આ બી.એલ.એ.ના સભ્યોએ તે દુકાનદારને પાકિસ્તાનનો રાષ્ટ્રધ્વજ નહીં વેચવા ચેતવણીપૂર્વક જણાવ્યું હતું પરંતુ તેણે તે ચેતવણી ન ગણકારતા પાકિસ્તાનના રાષ્ટ્રધ્વજ વેચવાનું ચાલુ રાખ્યું હતું. તેથી આ બી.એલ.એ. તેની ઉપર ખરેખરું ગિન્નાયું હતું.


તે સર્વવિદિત છે કે ૧૪ ઓગસ્ટ ૧૯૪૭ ના દિવસે બ્રિટીશરોએ અખંડ ભારતમાંથી જુદા તારવાયેલા દેશ પાકિસ્તાનને આઝાદી આપી હતી.ક્વેટામાં ગઈકાલે ૧૩ ઓગસ્ટની સાંજે બનેલી આ ઘટના અંગે સરકારી હોસ્પિટલના પ્રવક્તા વાસીમ બેગે કહ્યું હતું કે હોસ્પિટલમાં ૩ શબ અને ૬ ઘાયલો ગઈકાલે મોડી સાંજે લાવવામાં આવ્યા હતા.

Reporter: admin

Related Post