વૉશિંગ્ટન : અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસાના બે અંતરિક્ષ યાત્રી ઘણા સમયથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઈએસએસ)માં ફસાયેલાં છે.
તેમાં ભારતવંશીય સુનિતા વિલિયમ્સ અને અમેરીકાના બેરી વિલ્મોર છે. તેઓને ફૂલ ટાઈમ એસ્ટ્રોનોટસની જેમ ત્યાં ઓછામાં ઓછાં ૬ મહિના વિતાવવા પડે તેમ છે. તેમાં ચિંતાજનક વાત તે બહાર આવી છે કે એક ચીની રોકેટ અંતરિક્ષમાં ફાટી ગયું છે. તેનો ભંગાર વિલિયમ્સ અને વિલ્મોરને લઇ અંતરિક્ષમાં ઘૂમી રહેલાં સ્પેસ સ્ટેશન સાથે અથડાશે તો વિલિયમ્સ સહિત કેટલાયે એસ્ટ્રોનોટસની જાન ખતરામાં આવી જાય તેમ છે.બિઝનેસ ટુડેનારીપોર્ટ પ્રમાણે ચીનનું એક રોકેટ અંતરિક્ષમાં ફાટી ગયું હતું. તેનો ભંગાર ચારે તરફ વેરાઈ રહી અંતરિક્ષમાં જ ઘૂમી રહ્યો છે. તેથી અન્ય અંતરિક્ષ યાત્રીઓની પણ જાન જોખમમાં છે.
જો કે યુ.એસ.સ્પેસ કમાન્ડે કહ્યું છે કે અત્યારે તો, તેવું કોઈ જોખમ દેખાતું નથી.ચીને ૬ ઓગસ્ટે, તાઈયુઆન સ્પેસ સેન્ટર પરથી તે રોકેટ લોન્ચ કર્યું હતું. ચીનનું આ લોંગ માર્ચ ૬-છ રોકેટ સેટેલાઇટને અંતરિક્ષ સ્થિત કર્યા પછી ફાટી ગયું.આ રોકેટ ૧૮ ય્૬૦ સેટેલાઇટ લઇને ગયું હતું. તે ફાટી જતાં તેના ૭૦૦થી વધુ ટુકડા થઇ ગયા. આ ટુકડા ૧૦૦૦થી વધુ સેટેલાઇટને નુકસાન કરી શકે તેમ છે.આ લોંગ-માર્ચ ૬-છ રોકેટ પૃથ્વીની સપાટીથી ૫૩૦ માલિ (૮૧૦ કી.મી.) ઉપર ફાટી ગયું. જે આઈએસએસથી ઘણું ઊંચું પહોંચ્યું હતું. ૈંજીજી પૃથ્વીથી ૨૫૪ માઈલ (૪૦૮ કી.મી.)ની ઉંચાઈએ છે. જો કે હજી સુધી તે રોકેટ ફાટવાનું કારણ જાણી નથી શકાયું. બ્લુમબર્ગના તાજેતરના રીપોર્ટ પ્રમાણે ચીન તે ટુકડા ઉપર નજર રાખી રહ્યું છે, તેમ તેનાં વિદેશ મંત્રાલયે જણાવ્યું છે.
Reporter: admin