News Portal...

Breaking News :

વડોદરાથી પિતા-પુત્રીના સંબંધને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો, પિતાએ પોતાની જ 9 વર્ષની પુત્રી સાથે 5 મહિના સુધી દુષ્કર્મ આચર્યું, પોલીસે ધરપકડ કરી.

2024-07-01 10:29:14
વડોદરાથી પિતા-પુત્રીના સંબંધને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો, પિતાએ પોતાની જ 9 વર્ષની પુત્રી સાથે 5 મહિના સુધી દુષ્કર્મ આચર્યું, પોલીસે ધરપકડ કરી.


વડોદરા ખાતેથી પિતા-પુત્રીના સંબંધને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો. જેમાં એક પિતા દ્વારા પોતાની જ 9 વર્ષની પુત્રી સાથે જાનથી મારી નાખવાની ધમકી આપી પાંચ મહિના સુધી દુષ્કર્મ આચરવામાં આવ્યું. 


આ મામલે માતાએ નરાધમ પિતા વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરતા પોલીસ દ્વારા હવસખોર પિતાની ધરપકડ કરવામાં આવી.પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના માંજલપુર વિસ્તારમાં પિતાએ પોતાની પુત્રી પર પાંચ મહિના દરમિયાન વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. પિતાએ જ પોતાની 9 વર્ષની દીકરીને જાનથી મારી નાખવાની ધમકી આપી પાંચ મહિના સુધી વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. 


જોકે, પુત્રીએ પિતાની આ કરતૂત અંગે માતાને જાણ કરતા માતાએ નરાધમ પતિ વિરુદ્ધ માંજલપુર પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ફરિયાદ નોંધાવી.ફરિયાદના આધારે પોલીસ દ્વારા હવસખોર પિતાની ધરપકડ કરવામાં આવી. પોલીસે પિતા અને પુત્રીના મેડિકલ ટેસ્ટ કરાવી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

Reporter: News Plus

Related Post