ભચાઉ : જિલ્લામાં સ્કૂલ વાહન ચાલકોની બેદરકારીના કારણે ભચાઉ તાલુકાના ચોપડવા નજીક આજે સ્કૂલ વેન ચાલક બ્રિજ પર ઉભેલા સળિયા ભરેલા ટ્રેલરને ઓવરસ્પીડમાં ઓવરટેક કરવા જતાં ગંભીર અકસ્માત સર્જાતા ૮ બાળકોને ઇજા તેમજ એક બાળકીનું મોત નિપજતા ગમગીની ફેલાઈ છે
આ અંગેની ભચાઉ પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ સ્કૂલવેન નં જીજે ૧૫ સીજી ૭૮૪૯નાં ચાલક રાબેતા મુજબ ભચાઉ તાલુકાના નંદગામ, નાની ચિરઈ અને ગોકુળગામમાંથી નવ વિદ્યાર્થીનીઓને લઈ શાળાએ જવા રવાના થયા હતા. તે દરમિયાન ભચાઉ - ગાંધીધામ નેશનલ હાઇવે પર સવારે ૭ વાગ્યાંનાં અરસામાં તેમને અકસ્માત નડયો હતો. ત્યારે વરસાદ પણ પડયો હતોસ્કૂલ વેનનાં ચાલકે બ્રિજ પર સળિયા ભરેલા ટ્રેઈલર નં જીજે ૧૨ બીડબલ્યુ ૭૧૩૨ને ઓવરટેક કરવા જતા ટ્રેઈલરમાં સ્કૂલવેન અથડાઈ પડતા આ અકસ્માત સર્જાયો હતો.
જેમાં અકસ્માત થતા સ્કૂલવેન બે વખત પલટી ખાઈ જતા તેમાં સવાર ૯ વિધાર્થીઓને ઈજાઓ પહોંચી હતી.આ સમયે વિદ્યાથનીઓ ગભરાઈ ગઇ હતી.આ સમયે રોડ પર પસાર થતા વાહન ચાલકો મદદે દોડી આવ્યા હતા. અકસ્માતમાં ૯ ઘાયલ બાળકોને સારવાર અર્થે પ્રથમ ભચાઉની સરકારી હોસ્પિટલમાં અને વાગડ વેલ્ફેર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.જ્યાં નંદ ગામની ૧૪ વર્ષીય શાંતિ રબારી નામની બાળકીએ અંતિમ શ્વાસ લીધા હતા જ્યારે નાની ચિરઇના સાહીન સબીર ફકીર નામના વિદ્યાર્થીને ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી તે સારવાર હેઠળ છે.
Reporter: admin