ઘણી વાર બાળકોને અચાનક તાવ શરદી કે ખાંસી જેવી તકલીફ પડતી હોય છે, અમુક સમય ડૉક્ટર પાસે જઈએ ત્યા સુધીમાં તકલીફ વધી જતી હોય છે માટે ડોક્ટર પાસે જતા પેહલા અમુક વાતો ધ્યાનમા લેવી જોઈએ.
- બાળકને જયારે પણ તાવ આવે ત્યારે હાથ વડે નહીં પણ ડિજિટલ થર્મોમીટરથી બગલમાં રાખીને તાવ માપતા રહેવું જોઈએ એને તેનો રેકોર્ડ રાખવો જોઈએ જેથી અંદાજ આવેકે કેટલો સુધારો થઈ રહ્યો છે.
- ભીના પાણીના પોતા વડે આખા શરીરને લૂછી નાખતા તાવ ઓછો થાય છે. માત્ર માથા પર પોતા ન મુકવા આખું શરીર લુછવાનું રહેશે.
- પેરાસીટોમલ યોગ્ય ડોઝ પ્રમાણે આપવી. તે એક સલામત દવા છે. તેનાથી તાવમા રાહત રહેશે.
- તાવ આવવાથી બાળકને શરીરમાં પાણી ઓછું થાય છે માટે તેને યોગ્ય પ્રમાણમાં પાણી અને યોગ્ય પોષણક્ષમ આહાર આપશો. આ ઉપરાંત બાળકોને પોષણ મળતું રહે એ માટે યોગ્ય ખોરાક આપતું રહેવું જોઈએ.
Reporter: admin