News Portal...

Breaking News :

બેફામ બનેલા એમ્બ્યુલન્સના ચાલકે વૃદ્ધાને અડફેટે લઈને અકસ્માત સર્જ્યો

2024-07-18 14:42:17
બેફામ બનેલા એમ્બ્યુલન્સના ચાલકે વૃદ્ધાને અડફેટે લઈને અકસ્માત સર્જ્યો


માંજલપુર વિસ્તારમાં બેફામ એબ્યુલન્સના ચાલકે વૃધ્ધને અડફેટે લઈને અકસ્માત સર્જ્યો હોવાની ઘટના સામે આવી છે. બનાવને પગલે ઇજાગ્રસ્ત વૃદ્ધના પુત્રએ માંજલપુર પોલીસ મથકે એમ્બ્યુલન્સ ચાલાક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.


શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ સરાની પાછળ કસ્તુરી નગર સોસાયટીમાં રહેતા દીપ શાહના પિતા ભુપેન્દ્રભાઈ દૂધ કેન્દ્ર ચલાવીને દૂધ વિતરણ નું કામ કરે છે સોમવારે નિત્યક્રમ મુજબ સવારે તેઓ દૂધ કેન્દ્ર પર ગયા હતા અને ત્યાંથી દૂર લઈને દૂધ વિતરણ માટે નીકળ્યા હતા સવારે 7:00 વાગ્યા ના આસપાસ જ્યારે તેઓ શ્રેષ્ઠ શાળા પાસે પહોંચ્યા ત્યારે એક એમ્બ્યુલન્સ આવી હતી અને તેમને જોરદાર ટક્કર મારી હતી.


આ ટક્કરમાં ભુપેન્દ્રભાઈને પીઠના ભાગે ગંભીર ઈજા પહોંચતી હતી અકસ્માત બાદ એમ્બ્યુલન્સ ચાલક ઇજાગ્રસ્ત વૃદ્ધને નજીકમાં આવેલી હોસ્પિટલમાં લઈ ગયો હતો અને ત્યારબાદ તે હોસ્પિટલ ખાતેથી ફરાર થઈ ગયો હતો અકસ્માતની ઘટનાની જાણ ભુપેન્દ્રભાઈના પુત્ર દીપ શાહને થતા તેને એમ્બ્યુલન્સ ચાલક વિરુદ્ધ માંજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે

Reporter: admin

Related Post