News Portal...

Breaking News :

નગરસેવક કલ્પેશ પટેલ દ્વારા કરાયેલી છેતરપિંડી અંગે જાહેર નોટિસ જારી કરાઈ

2024-06-15 09:58:39
નગરસેવક કલ્પેશ પટેલ દ્વારા કરાયેલી છેતરપિંડી અંગે જાહેર નોટિસ જારી કરાઈ


ભાજપાના નગરસેવક કલ્પેશ પટેલ દ્વારા કરવામાં આવેલા ફ્રોડ અંગે ફરિયાદીના વકીલ દ્વારા નોટિસ જાહેર કરવામાં આવી છે અને તેઓના ફ્લેટ નહિ ખરીદવા માટે જણાવવામાં આવ્યું છે.


કલ્પેશ પટેલ સામે વિપુલ પરમાર દ્વારા છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી જે બાદ તેઓના વકીલે નોટિસ જાહેર કરી છે જેમાં જણાવ્યા અનુસાર એડવોકેટ સદાશિવ  બી. પિંપળસ્કર,  વિપુલભાઈ ચંદુભાઈ પરમારે આપેલા આદેશ તથા અધિકારની રૂએ આશ્રય ઈન્ડાના ભાગીદારો, જાહેર જનતા વિગેરેને જાહેર ચેતવણી આપી જણાવું છું કે આશ્રય ઈન્ફાના ભાગીદારો કલ્પેશ, મનુપટેલ, ઉર્વશી કલ્પેશ પટેલ, ચેતન રણછોડ  પટેલ, જીતેશ સી. સંધવી, વર્ષીલ અમીત કુમાર પટેલ,  કુંતલ નવીનચંદ્ર શાહ,  અલ્કેશ જીતેન્દ્ર ગાંધી, નાઓએ મારા અસીલ ને જણાવ્યું કે તેમની શ્રી વ્રજધામ રેસીડન્સી નામની સ્કીમ માં કે જે વ્રજધામ હવેલી સામે, માંજલપુર, વડોદરા ખાતે આવેલી છે. અને તેમાં રૂપિયાનું ૧,૭૦,૦૦,૦૦૦/નું રોકાણ કરશો તો સદર હું સ્કીમમાં તમારા રોકાણ મુજબ સાત ફ્લેટ્સ પડતર ભાવે દસ્તાવેજ કરી ફાળવી આપવામાં આવશે. આશ્રય ઈન્ફાના ભાગીદારોએ આપેલી લોભામણી ઓફર માં આવી જઈ ટુકડે ટુકડે રૂપિયા ૧,૬૯,૦૯,૩૩૯/- તેમને એ વિશ્વાસ થી આપ્યા હતા કે તેમને સાત ફ્લેટ્સ પડતર ભાવે મળશે. 


આશ્રય ઈન્ફાના ભાગીદારોએ કુલ ૨૦ ફલેટ્સ માંથી ૧૪ ફ્લેટ્સ વેચી નાખ્યા છે અને તેમને લેખીત તથા મૌખિક જાણ કરવા છતાં પણ આજ દિવસ સુધી વિપુલ પરમારને  એક પણ ફ્લેટ ફાળવ્યો કે તેનો દસ્તાવેજ કરી આપેલ નથી. મારા અસીલે રેરા ઓથોરીટી ગાંધીનગરમાં  ફરીયાદ થી દાખલ કરી બાકીના ૬ (ફલેટ્સ) કે જેના નં. એ-204, એ-302, એ- 501, એ- 502, એ- 503, એ-504 છે તે બીજા કોઈને વેચે વેચાવડાવે નહી અને મારા અસીલને તેનો દસ્તાવેજ કરી આપે. આ ફરીયાદ ન્યાય નિર્ણય માટે પેન્ડીંગ છે. તેઓ દ્વારા આશ્રય ઈન્ફાના ઉપરોક્ત ભાગીદારો સામે માંજલપુર પોલીસ સ્ટેશને તારીખ ૦૮-૦૬-૨૦૨૪ ના રોજ તેમની સાથે થયેલા વિશ્વાસઘાત તથા છેતરપિંડી માટે ફોજદારી કાર્યવાહી કરવા માટે ફરીયાદ નોંધાયેલી છે. જેથી શ્રી વ્રજધામ રેસીડન્સી નામની સ્કીમ માં ફ્લેટ નં. એ-204,એ- 302, એ- 501, એ -502, એ- 503,એ-504 વિપુલભાઈને  રોકાણ પેટે આપવા માટે રેરા ઓથોરીટી ગાંધીનગર સમક્ષ માંગણી કરેલી છે. અને તે ફ્લેટ્સ કોઈને વેચે વેચાવડાવે નહીં તે માટે સ્ટે મેળવવાની પ્રક્રિયા ચાલુ છે તેથી કોઈ પણ વ્યક્તિ, કંપની, ભાગીદારી પેઢી વિગેરેએ સદરહું ફ્લેટ્સ ખરીદવા નહી કે તેના પર કોઈ પણ પ્રકારનો ચાર્જ, બોજો, લાગ, ભાગ, હક્ક, હીસ્સો ઉભો કરવો કે કરાવડાવો નહી.

Reporter: News Plus

Related Post