News Portal...

Breaking News :

ધારાસભ્ય યોગેશ પટેલનો જમીન બાબતનો લેટર બૉમ્બ સમાન સાબિત થયો

2024-06-15 09:53:13
ધારાસભ્ય યોગેશ પટેલનો જમીન બાબતનો લેટર બૉમ્બ સમાન સાબિત થયો



ભાજપાના વરિષ્ઠ ધારાસભ્ય યોગેશ પટેલે જિલ્લા કલેક્ટરને મહેસુલ વિભાગને લાગતો પત્ર લખ્યો હતો અને આ પત્ર જાણે બૉમ્બ સાબિત થયો છે. ભલભલા મોટા ગજના નેતાના તળે રેલો આવી શકે તેમ છે જેથી ભાજપાના જ કેટલાક આગેવાનો આ પત્રનો વિરોધ કરી રહ્યા છે. એટલું જ નહિ જિલ્લા કલેક્ટર દ્વારા પણ આ અંગે મીડિયા થકી જણાવવામાં આવ્યું હતું કે 7 દિવસમાં 3 વર્ષનો દેતા આપવો જટિલ છે. 


મંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે જિલ્લા કલેક્ટરને પત્ર લખ્યો હતો અને શહેરમાં જમીન અંગે અનેક ફરિયાદ મળી છે તેની કેટલીક વિગતો માગવામાં આવી હતી તેઓએ પત્રમાં જણાવ્યું છે કે કલેકટર કચેરીના ઉચ્ચ અધિકારીઓ દ્વારા એન. એ .ના હુકમો, પ્રીમિયમ વાળી જમીનોના હુકમો, બિન ખેડૂતોને ખેડૂત ગણિત ખેડૂતોના લાભો તેમજ કરોડો રૂપિયાની સરકારી જમીનો લાગતા વળગતાઓ પાસેથી કરોડો રૂપિયા લઇ સરકારી જમીનો આપવામાં આવી છે. તેવી ફરિયાદ તેઓના ધ્યાન પર આવી છે. તેથી જિલ્લા કલેકટરને આવા હુકમોની ચકાસણી કરી ગેરકાયદેસર રીતે મહેસૂલના કાયદાઓનો અર્થઘટન ખોટું કરી સરકારને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે તેવી રજૂઆત ધારાસભ્ય દ્વારા કરવામાં આવી  છે. તેઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આવા અધિકારીઓને ખુલ્લા પાડી તેમના ઉપર ફોજદારી કેસો થાય તે માટે આ પત્ર લખી રહ્યો છું તો આવા કેસો ચકાસણી કરી ઓપન કરવા અને તેનો રિપોર્ટ સાત દિવસમાં જાહેર કરવા મરી ભલામણ છે. બસ આ પત્રએ બોમ્બનું કામ કર્યું છે. વગર ધમાકાએ અનેક લોકોમાં વિસ્ફોટ થઇ ગયો છે. અને ભાજપાના જ કેટલાક આગેવાનો તેનો વિરોધ કરી રહ્યા છે. કારણ કે જમીન મહેસૂલમાં ભાજપાના જ કેટલાક મોટા માથાઓની સંડોવણી હોઈ શકે છે. અને તેથી તેઓ આ મામલો ગમે તે રીતે દબાવી દેવા માગે છે. 3 વર્ષનો ડેટા કાઢવો અઘરો છે જેથી તબક્કાવાર આપીશું ધારાસભ્ય યોગેશભાઈએ પત્ર લખ્યો છે અને 3 વર્ષમાં જો ગંભીર ક્ષતિ હોય તો તે જણાવવા કહ્યું છે. 3 વર્ષની ક્ષતિઓ શોધવી એ સમય માગી લે તેવું કામ છે જેથી પ્રાથમિક તબક્કે જો મોટી ક્ષતિઓ હશે તો તે શોધી અને જણાવીશું અને તેનો ઉકેલ લાવવાના પ્રયાસ કરીશું - બીજલ શાહ , જિલ્લા કલેક્ટર 


ભાજપા પ્રમુખની વરિષ્ઠ ધારાસભ્યને નસીહત, વિકાસના અનેક કામો છે તેમાં આગેવાની લો.ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા જે પાત્ર લખવામાં આવ્યો હતો તેમાં ભાજપાના શહેર પ્રમુખ ડો. વિજય શાહ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી. જો કે આ પ્રતિક્રિયા ઓછી અને વરિષ્ઠ ધારાસભ્યને નસીહત વધુ જણાઈ રહી હતી. તેઓએ જણાવ્યું કે શહેરના વિકાસના અનેક કામો છે મુખ્યમંત્રી દ્વારા બેઠકો કરવામાં આવે છે તેમાં પણ અનેક વિકાસના કામોની ચર્ચા કરવામાં આવે છે. વિશ્વામિત્રી પ્રોજેક્ટ પણ અટવાયેલો છે. તો તેઓ આવા કામોમાં પણ આગેવાની લે તેવી ઈચ્છા છે. જો કે તેઓના આ નિવેદનથી ક્યાંક ને ક્યાંક તેઓનુ પણ મનદુઃખ થયું હોય તેમ જણાઈ રહ્યું છે.

Reporter: News Plus

Related Post