શહેર તરસાલી વિસ્તારમાં આવેલ જર્જરિત અવસ્થામાં મકાનો ને તંત્ર દ્વારા લાઈટ પાણી, ડેનેજ નું કનેક્શન કાપવા જતા રહીશો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો જે મકાનો અગાઉ તંત્ર દ્વારા તોડવામાં આવ્યા હજુ એ લોકો ને મકાન બનાવી નથીઆપ્યા. ચૂંટણી પતિ ગઈ એટલે અમને ઘર થી બેઘર કરવા માટે આયા છો
શહેર તરસાલી શાક માર્કેટ પાસે આવેલ જર્જરિત હાલતમાં થયેલ મકાનો ને અગાઉ તંત્ર દ્વારા નોટિસ આપી હતી કે આ મકાનોને રીપેરીંગ કરાવી દો પરંતુ રહીશો દ્વારા યોગ્ય કાર્યવાહી ન કરતા આજે તંત્ર મકાનોના લાઈટ પાણી, ડેનેજનું કનેક્શન કાપવા પહોંચ્યા હતા ત્યારે રહીશો દ્વારા અધિકારીઓ નો રહીશો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. અગાઉ નોટિસ માં ફક્ત મકાનો અંગે નોટિસ આપવામાં આવી હતી જેમાં તંત્ર દ્વારા તમામ મકાનોના લાઈટ પાણી અને ડેનેજ નું કનેક્શન કાપવા પહોંચ્યા ત્યારે રહીશો દ્વારા તેમનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.
આ વિસ્તારમાં 300,થી વધુ મકાનો ને પહેલા તંત્ર દ્વારા નોટિસ ફટકારી હતી જેમાં આજે પાલિકા તંત્ર ની ટીમ પહોંચી હતી ત્યારે રહીશો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જેટલા પણ શહેરમાં જર્જરિત અવસ્થામાં મકાનો ને તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવશે અને જો યોગ્ય સમારકામ ન કરે તો લાઈટ પાણી અને ડેનેજ નું કનેક્શન કાપવા આવશે તેમ સ્થળ પર આવેલા અધિકારી બોલતા રહીશોનો પિત્તો ગયો હતો અને ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. સ્થાનીક રહીશોએ જણાવ્યું કે જે મકાનો અગાઉ તંત્ર દ્વારા તોડવામાં આવ્યા હજુ એ લોકો ને મકાન બનાવી નથીઆપ્યા. ચૂંટણી પતિ ગઈ એટલે અમને ઘર થી બેઘર કરવા માટે આયા છો
Reporter: News Plus