પોલીસ કમિશ્નરની સુચનાથી ટ્રાફિક શાખા-પૂર્વ, કારેલીબાગ ખાતે સ્કુલ રીક્ષાવિન ચાલકો સાથે મીટીંગ કરી, સ્કુલ વેન/સ્કુલ રીક્ષા ચાલકોને વાહન વ્યવહાર કમિશ્નરશ્રી દ્રારા નિયત કરેલ મર્યાદા કરતાં વધુ બાળકો વાહનમાં ન બેસાડવા, સ્કુલોમાં બાળકોને લાવવા-લઈ જવામાં પરીવહનમાં માર્ગ સલામતિ સુનિશ્ચિત કરવા, સ્કુલ વર્ધી માટે વપરાતી ઓટોરીક્ષા/વેનમાં જો રજીસ્ટ્રેશન થયા બાદ CNG/LPG કીટ ફીટ કરવામાં આવેલ હોય તો તે નિયમોનુસાર અલ્ટરેશન પ્રક્રિયા બાદ જ ફીટ થયેલ છે કે કેમ ? તે સુનિશ્ચિત કરવા જણાવેલ. સ્કુલ વેનનું RTOમાં ટેક્ષી પાસીંગ કરાવવા, સ્કુલ વર્ધીનું વાહન અને તેમા લાવવા લઈ જવાના વિધાર્થીઓનો માન્ય વીમો, ટેક્ષ, પરમનીટ, પી.યુ.સી., ફીટનેશ હોવા જોઈએ, ડ્રાઈવર પાસે વેલીડ ડ્રાઈવીંગ લાયસન્સ હોવું જોઈએ, સ્કુલના બાળકોને ભાડેથી લઈ જવા દરેક વાહનની આગળ-પાછળ સ્કુલ રીક્ષા, સ્કુલ વૈન અવશ્ય લખવું, દરેક વાહનમાં પ્રાથમીક સારવારની પેટી. અગ્નીશામક સાધનો, સ્કુલ વાન/રીક્ષામાં દફતર બહાર લટકાવવા નહીં તેમજ બાળકોની સલામતિ અન્વયે સ્કુલ રીક્ષા/વેન ચાલકોને વિગતવાર જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ હતી.
શુક્રવારનાં રોજ શહેર ટ્રાફિક શાખા તેમજ RTOના અધિકારી/કર્મચારીશ્રીઓએ શહેર વિસ્તારમાં ટીમો બનાવી, ઉપરોક્ત સુચનાઓનું પાલન ન કરતાં સ્કુલ વાન/સ્કુલ રીક્ષા ચાલકો વિરૂધ્ધ ઝુંબેશરૂપે કાર્યવાહી કરેલ હતી. જે ડ્રાઈવ દરમ્યાન આવા કુલ-૮૧ સ્કુલ વેન /સ્કુલ રીક્ષા ચાલકો વિરૂધ્ધ કાર્યવાહી કરી, સમાધાન શુલ્ક રૂ.૧,૪૭,૫૦૦/- વસુલ કરવામાં આવેલ છે.
સ્કુલ રીક્ષા/સ્કુલ વેન ચાલકોને વાહનોમાં નિયત મર્યાદા કરતાં વધુ ભાળકો ન બેસાડવા, રોંગ સાઈડ વાહન ન ચલાવવા, ઓવર સ્પીડમાં વાહન ન ચલાવવા તેમજ ટ્રાફિક નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવે છે.
Reporter: News Plus