વડોદરા:વિશ્વામિત્રી નજીક આવેલા સુભાષનગરમાં રક્ષાબંધનના પવિત્ર અવસર પર યુવાન પર ઘાટકી હુમલો તથા 19 વર્ષિય આશાસ્પદ યુવાનનું કરુણ મોત નીપજ્યું હતું.
સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ અગાઉથી પ્રેમ પ્રકરણ હોવાના કારણે તેની અદાવતને ઈર્ષા રાખી પતિ તેમજ તેના દીકરા પર તિક્ષણ સાથે ધસી આવેલા અસામાજિક તત્વો દ્વારા ઘાતકી હુમલો કરવામાં આવ્યો જેમાં 19 વર્ષીય કેશવ વિજયભાઈ મારવાડીનું કરુણ મોત નીપજ્યું હતું .ઘટનાની જાણ થતા જ રાવપુરા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને વધુ તજવીજ હાથ ધરી છે
જ્યારે ડીસીપી ઝોન 2 અભય સોની, અશોક રાઠવા એસીપી સી ડિવિઝન પણ બનાવની ગંભીરતા જોતા સયાજી હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા.તિક્ષણ હથિયાર સાથે આવેલા લોકો દ્વારા હુમલો કરતા અનેક ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં હાલ તેમની સારવાર કરવામાં આવી રહી છે. બનાવની ગંભીરતા જોઈને રાવપુરા પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ આરંભી છે.
Reporter: admin