કોલકાતા: આરજી કાર મેડિકલ કોલેજમાં 9 ઓગસ્ટના રોજ રેસીડેન્ટ મહિલા ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાના મામલાની તપાસ આગળ વધી રહી છે, તેમ તેમ ચોંકાવનારી માહિતી સામે આવી છે.
ક્રાઈમ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન (CBI)ની અત્યાર સુધીની તપાસ અને પીડતાના સહાધ્યાયીઓના નિવેદનો પરથી જાણવા મળ્યું છે કે માનવ અંગોના ગેરકાયદે વેપારનો પર્દાફાશ કરવાના પ્રયાસોને રોકવા માટે મહિલા ડોક્ટરને રસ્તામાંથી હટાવી દેવા આ ઘટનાને અંજામ આપવમાં આવ્યો છે.માનવ અંગોની તસ્કરીનું કૌભાંડ: CBIએ શનિવારે 13 લોકોની પૂછપરછ કરી હતી, બે દિવસમાં 19 લોકોની પૂછપરછ કરવામાં આવી છે. જેમાં અડધાથી વધુ લોકોએ હોસ્પિટલમાંથી માનવ અંગોની તસ્કરીના રેકેટની માહિતી આપી છે. ટીમનો દાવો છે કે ટૂંક સમયમાં ઘણા વ્હાઇટ કોલર ચહેરાઓ સામે આવશે.એક અખબારી અહેવાલમાં સીબીઆઈના સૂત્રોને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે આ કેસના મૂળ ખૂબ ઊંડા છે. મહિલા બળાત્કાર એટલા માટે કરવામાં આવ્યો હતો કે આ એક સામાન્ય ઘટના હોવાનું જણાય છે. મેડિકલ કોલેજમાં લાંબા સમયથી સેક્સ અને ડ્રગ્સ રેકેટ ચલાવવાનો પણ આરોપ છે. 23 વર્ષ પહેલા 2001માં કોલેજની હોસ્ટેલમાં થયેલા એક વિદ્યાર્થીના મોતની કડીઓ પણ આ સાથે જોડાવા લાગી છે.
એક રાજકીય પક્ષના એક વરિષ્ઠ નેતાએ દાવો કર્યો છે કે તેમની પાસે ડોક્ટરોના વોટ્સએપ ગ્રુપના સ્ક્રીનશોટ છે, જે હોસ્પિટલમાં સેક્સ અને ડ્રગ રેકેટનો ખુલાસો કરી શકે છે. જેમાં અન્ય પાર્ટીના વરિષ્ઠ નેતા અને તેમના ભત્રીજાના નામનો પણ ઉલ્લેખ છે. સીબીઆઈ સૂત્રોના જણાવ્યા અનુસાર આ પુરાવા બાદ પૂછપરછ દરમિયાન મેડિકલ કોલેજના ચાર લોકોના નામ સામે આવ્યા છે, જેમાં ત્રણ ડોક્ટર અને એક હાઉસ સ્ટાફ છે. એવો દાવો કરવામાં આવે છે કે, ચારેય રાજકીય પક્ષ સાથે સંકળાયેલા છે અને હોસ્પિટલમાં સેક્સ અને ડ્રગ રેકેટ ચલાવતા હતા. સીબીઆઈ અધિકારીઓનું કહેવું છે કે નક્કર પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે.સૂત્રોના જણાવ્યા અનુસાર, આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મેડિકલ વેસ્ટના નિકાલ અને કેટલીક દવાઓ અને સામાનના સપ્લાયનું કામ મેનેજમેન્ટની નજીકના વ્યક્તિને આપવામાં આવ્યું હતું, પરંતુ સપ્લાય શરતો મુજબ કરવામાં આવી રહી ન હતી. પીડિતાને આ વાતની જાણ હતી. આ પણ હત્યા પાછળનું કારણ હોવાની આશંકા છે.
Reporter: admin